25 લાખની રોકડ રકમ જે ડેકીમાં હતી તે આખું એક્ટિવા જ ગઠિયો ચોરી ફરાર

અમદાવાદ, કાલિકા ગ્રૂપના સાઇટ બિલ્ડરના ત્યાં કામ કરતો સાઇટ ઇન્ચાર્જ ઘરેથી ૨૫ લાખ રોકડા લઇને નીકળ્યો હતો. તેણે ૨૫ લાખ કંતાનના થેલામાં મૂકીને એક્ટિવાની ડેકીમાં મૂક્્યા હતા. સવારથી તે અલગ અલગ જગ્યાએ કામ પતાવીને સાંજે આઇઆઇએમ રોડ પર આવેલા થર્ડ આઇ વિઝન બિÂલ્ડંગ ખાતેની ઓફિસે પહોંચ્યો હતો. ત્યાં કામ પતાવીને ઘરે જવા નીકળ્યો ત્યારે એક્ટિવા પાર્કિંગમાંથી ગાયબ હતું. જેથી ત્યાં તપાસ કરતા એક્ટિવા ચોરી થયું હતું.
સીસીટીવી કેમેરામાં એક શખ્સ ચોરી કરતો નજરે પડ્યો હતો. આ મામલે પોલીસને જાણ કરાતા ગુજરાત યુનિ. પોલીસે ૨૫ લાખ રોકડા અને એક્ટિવાની ચોરી મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાડજમાં આવેલા અવધ હાઇલેન્ડમાં નિતેશભાઇ પટેલ રહે છે. નિતેશભાઇ કાલિકા ગ્રૂપના સાઇટ બિલ્ડર અમરીશભાઇના ત્યાં ૧૭ વર્ષથી સાઇટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે. અમરીશભાઇએ તેમના મિત્ર વિપુલભાઇ શાહ પાસેથી દોઢ માસ પહેલા ૨૫ લાખ નિતેશભાઇને અપાવ્યા હતા. જે પરત આપવાના હોવાથી ગત તા. ૨૮ ફેબ્રુઆરીએ ઘરેથી ૨૫ લાખ ભરેલો કંતાનનો થેલો એક્ટિવાની ડેકીમાં મૂકીને નીકળ્યા હતા.
પહેલા તે સાબરમતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ગયા હતા. ત્યાંથી નીકળીને એક વ્યક્તિને ચેક આપવા ગયા હતા. બાદમાં સાંજે આઇઆઇએમ રોડ પર આવેલા થર્ડ આઇ વિઝન કોમ્પલેક્સમાં આવેલી ઓફિસમાં ગયા હતા. જ્યાં કોમ્પલેક્સના પાર્કિંગમાં એક્ટિવા પાર્ક કરીને ઓફિસમાં કોસ્ટિંગનું કામ કરીને રાત્રે સાડા દસેક વાગ્યે ઘરે જવા નીકળ્યા હતા.
ઘરે જતી વખતે તેમણે પાર્કિંગમાં જોયું તો તેમનું એક્ટિવા ગાયબ હતું. જેથી આસપાસમાં તપાસ કરવા છતાંય એક્ટિવા મળ્યું નહોતું. જેથી કોમ્પલેક્સના સીસીટીવી તપાસ કરતા એક શખ્સ ડુપ્લિકેટ ચાવીથી એક્ટિવા ચોરી કરતો દેખાયો હતો. આમ, એક શખ્સ ૫૫ હજારનું એક્ટિવા અને ૨૫ લાખ ચોરી જતા આ મામલે ગુજરાત યુનિ. પોલીસે ગુનો નોંધી શખ્સની શોધખોળ હાથ ધરી છે.