Western Times News

Gujarati News

ચોમાસાની જમાવટની સાથે વકરેલા રોગચાળાએ વધુ એકનો લીધો ભોગ

સુરત, રાજ્યમાં ચોમાસાની સિઝનની સાથે રોગાચાળો પણ વકર્યો છે. આ સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ખાસ કરીને સુરતમાં રોગચાળો બેકાબુ બન્યો છે. સુરતમાં વકરેલા રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો છે. કાપોદ્રામાં તાવમાં સપડાયેલી વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે.

કોપોદ્રાના દશરથ નગરમાં રહેતા ધનીબેન બોરીચાને ૭ જુલાઈના રોજ તાવ આવતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં પણ તેમને તાવમાં રાહત ન થતા તેમને ખાનગી એમ્બ્યુલન્સમાં ભાવનગરની હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યારે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ બાદ ધનીબેનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ભાવનગર પોલીસે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી. આ મામલે કાપોદ્રા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરમાં અત્યાર સુધી રોગચાળાના કારણે ૧૬ લોકોના કરૂણ મોત નિપજ્યાં છે. સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે અને તેની સામે મોતનો આંકડો પણ સામે આવી રહ્યો છે.

નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ તાવ અને ઝાડા ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહી છે. બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના ૮ ઝોનમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોસ્પિટલોમાં દિવસેને દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ટીમો પણ બનાવવામાં આવી છે અને અલગ-અલગ જગ્યાઓ પર જ્યાં પાણીનો ભરાવો થતો હોય ત્યાં તપાસ હાથ ધરી મચ્છરના બ્રિડિંગનો નાશ કરવામાં આવી રહ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.