Western Times News

Gujarati News

સરકારના નવીન અભિગમ અંતર્ગત સ્થાપના વર્ષની ઉજવણી કરાઈ

બાયડ,  સરકારશ્રીના નવીન અભિગમ અંતર્ગત પ્રાથમિક શાળામાં સ્થાપના વર્ષની ઉજવણી અન્વયે આજ રોજ ચોઇલા પ્રાથમિક શાળા નં-૨ ના ૩૮ વર્ષ પૂર્ણ થતા ઉજવણી નિમિત્તે ચોઇલા પ્રાથમિક શાળા નં-૨ ખાતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પૂર્વ સરપંચ શ્રી મફતભાઈ તેમજ સી.આર.સી શ્રી અનિલભાઈ શિક્ષણવીદ નગીનભાઈ તેમજ એસ.એમ.સી.ના સભ્યો હાજર રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહી આ પ્રસંગને દીપાવ્યો હતો.

ઉપસ્થિત સર્વનું શાળા આચાર્યશ્રીએ શબ્દોથી સ્વાગત સન્માન કર્યું હતું જ્યારે શાળા પરિવાર તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું આ કાર્યક્રમને સફળ બનાવવા સર્વ શિક્ષક મિત્રોએ ખુબજ જહેમત ઉઠાવી કાર્યક્રમને દિપાવ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.