દહેગામના દાતાની આંખોથી લેકાવાડાની મહિલા અને અડાલજના પુરૂષને દૃષ્ટિ મળી
ગાંધીનગર, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત કીકીનું પ્રત્યારોપણનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. દહેગામના દાતાનું હાર્ટએટેકથી મોત થતાં પરિવારે સદગતની આંખોનું દાન સિવિલ હોસ્પિટલ આઈ વિભાગને આપવામાં આવી હતી.
દાનમાં આવેલી આંખની કીકીનું લેકાવાડાની મહિલા અને અડાલજના પુરૂષમાં સફળ પ્રત્યારોપણ કરતા બન્ને દર્દીઓએ દૃષ્ટિ મેળવતા અંધાપાથી છુટકારો મેળવ્યો હતો.
સિવિલ હોસ્પિટલના આઈ વિભાગ દ્વારા આઈ બેન્ક ઉભી કરવામાં આવી છે. આઈ બેન્કમાં ગત તા.૧૪મી માર્ચના રોજ જિલ્લાના દહેગામના પ૪ વર્ષીય આધેડનું હાર્ટએટેકથી અવસાન થતાં તેઓની આંખનું દાન કરવામાં આવ્યું હતું. દાનમાં આવેલી બે આંખોની કીકીનું નબળી દૃષ્ટિ કે વિઝન યોગ્ય ના હોય તેવા દર્દીઓમાં કીકીનું પ્રત્યારોપણ કરવામાં આવે છે.
તેમાં જિલ્લાના લેકવાડાની પ૬ વર્ષીય મહિલા અને અડાલજના પ૮ વર્ષીય પુરૂષમાં કીકીનું ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલના આંખના વિભાગમાં કીકીને નુકશાનથી દેખાતુ બંધ થયું હોય કે પ્રકાશ પાડે તો જ દેખાતું હોય જેવી આંખની બિમારીવાળા દર્દીઓની યાદી બનાવવામાં આવે છે. જેમાં સિવિલ હોસ્પિટલના આઈ બેન્કમાં દાનમાં આવેલી આંખોમાંથી કીકી ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરવામાં આવે છે.
આ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશનમાં આંખ વિભાગના તબીબ ડો. ખુશી શાહ, ડો. મિતાલીએ ઓપરેશન સફળતાપૂર્વક કર્યુ હતું તેમના સહયોગમાં વિભાગના હેડ ડો. જીગીશ દેસાઈ, ડો. શિલ્પા ભટ્ટ, ડો. ભાગર્વી પાર્થ સહિતના તબીબી અને ન‹સગ સ્ટાફે સહયોગ આપ્યો હતો.