Western Times News

Gujarati News

પરિવારે NASA સામે કેસ દાખલ કર્યો, વળતરની માંગ

ફ્લોરિડા, અમેરિકન સ્પેસ એજન્સી નાસાના નામે ઘણા રેકોર્ડ નોંધાયા છે. અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રમાં લોકો આ એજન્સીનું નામ ખૂબ જ આદર- સમ્માનથી લે છે. જો કે, હાલમાં નાસાએ એક વ્યક્તિને મોટો ઝટકો આપ્યો છે. ફ્લોરિડામાં એક પરિવારના ઘર પર અવકાશમાંથી લગભગ ૭૦૦ ગ્રામ વજનનો કાટમાળ પડ્યો, જેના કારણે હવે નાસાની મુશ્કેલીઓ વધી ગઈ છે. વાસ્તવમાં પરિવારે નાસા પાસેથી ૮૦ હજાર ડૉલરના વળતરની માંગ કરી છે.

અમેરિકાના ફ્લોરિડામાં એક પરિવારે સ્પેસ એજન્સી નાસા સામે કેસ દાખલ કર્યો છે. પરિવારે નાસા પાસેથી લગભગ ૮૦ હજાર ડૉલરના વળતરની માંગ કરી છે. હકીકતમાં, ૮ માર્ચ, ૨૦૨૧ ના રોજ, ફ્લોરિડાના એક પરિવારના ઘર પર અવકાશમાંથી કાટમાળનો મોટો ટુકડો પડ્યો હતો. આ કાટમાળ ઘર પર પડવાથી તેના ઘરની છતથી ફ્લોરમાં મોટું કાણું પડી ગયું હતું.

ફ્લોરિડાના નેપલ્સમાં એલેન્ડ્રો ઓટેરોના ઘરે આ અકસ્માત થયો હતો. આ ઘટના દરમિયાન એલેન્ડ્રો તેના પરિવાર સાથે રજાઓ મનાવવા ગયો હતો. ત્યારે ઘરમાં માત્ર તેનો પુત્ર ડેનિયલ હાજર હતો, તેણે ફોન કરીને આ અંગે માહિતી આપી હતી. ઓટેરાએ જણાવ્યું કે ‘હું આ સાંભળીને ચોંકી ગયો. હું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો હતો અને વિચારતો હતો કે અમારા ઘર પર કઈ વસ્તુ પડી છે. જેના કારણે છતમાં જ કાણું પડી ગયું છે.

“હું ધડાકો સાંભળીને ધ્રૂજી ગયો હતો અને અર્ધબેમાન જેવો થઈ ગયો હતો, શું કરવું તેના પર વિચારી પણ શકતો નહોતો.નાસા દ્વારા બાદમાં પુષ્ટિ કરી હતી કે, આ સિલિન્ડર તેના સ્પેસ સ્ટેશનથી આવ્યો હતો.

તેનો ઉપયોગ કાર્ગો પેલેટ પર જૂની બેટરી લગાવવા માટે થતો હતો. ૨૦૨૧ સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આવી વસ્તુ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતાની સાથે જ સંપૂર્ણપણે બળી જાય છે, જો કે લગભગ ૩ વર્ષ સુધી અવકાશમાં ફર્યા પછી તેનો એક ટુકડો બચી ગયો અને ઓટેરો પરિવારની જમીન પર પડ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.