યાર્ડમાં મગફળી વેચવા ગયેલા ખેડૂતનું મોત થતાં પરિજનોમાં શોક
દીકરાને હાર્ટ એટેક આવતા આઘાતમાં માતાને પણ એટેક આવ્યો
ગાંધીનગર, રાજકોટમાં હોર્ટ એટેકથી બેના મોત થયાની વિગતો સામે આવી છે. જ્યારે આજે રાજ્યમાં હાર્ટ એટેકથી સાતના મોત થયા છે રાજકોટમાં ૨૨ વર્ષીય તબીબનું હાર્ટ એટેકથી મોત થયું છે. હ્રદય રોગના હુમલાના કારણે ગોકુળ હોસ્પિટલમાં નાઈટ શિફ્ટમાં ફરજ બજાવતા તબીબનું કરૂણ મોત થયું છે.
રવિવારના રોજ સાંજના સમયે બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.પીએમ રિપોર્ટમાં નેચરલ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યુ આવ્યું છે. રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટએટેકથી મોત થયા છે.
મહિસાગરના લુણાવાડામાં દલવાઈસાવલી ગામે અજબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પુત્રના મૃત્યુના ૫ મિનિટમાં માતાનું મૃત્યુ થયું છે. ૫૬ વર્ષીય પુત્ર અશ્વિનભાઈ પટેલનું હદય રોગના હુમલાથી મોત થયું હતું. જે બાદ માતને પણ આંચકો આવતા અવસાન થયું છે. ગામમાં એક સાથે માતા પુત્રની અંતિમયાત્રા નીકળી ગામમાં શોકની લાગણી વ્યાપી હતી.
જામનગર જિલ્લામાં ૨ ખેડૂતના હાર્ટએટેકથી મૃત્યુ થયું છે. નિકાવા ગામના પંકજભાઈ નામના ૫૦ વર્ષના ખેડૂતનું હોર્ટ એટેકથી મૃત્યુ થયું છે જ્યારે હરીપર ગામના દામજી વસોયા નામના ખેડૂતનું હાર્ટએટેકથી મૃત્યુ થયુ છે. વાડીમાં કામ કરતા હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા મૃત્યુ થયુ તેમજ છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતાં.
રાજકોટમાં એક જ દિવસમાં બે લોકોના હાર્ટએટેકથી મોત થયા છે. ૨૨ વર્ષના તબીબનું હાર્ટ એટેકનું મૃત્યુ થયું છે તો બીજી તરફ ૪૧ વર્ષના વિપુલ કેરળીયાનું હ્રદય રોગથી મોત થયું છે. ગોકુળ હોસ્પિટલમાં નાઇટ શિફ્ટમાં તબીબ ફરજ બજાવતા હતા. રવિવારના રોજ સાંજના સમયે બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા.
જો કે, ત્યાં તેમનું અવાસાન થયું હતું. ૪૧ વર્ષના વિપુલ કેરળીયાનું ઘરમાં જ એટેક આવતા મોત થયું છે. એકલા રહેતા વિપુલ કેરળીયાનો મૃતદેહ ઘરમાં બે દિવસ પડ્યો રહ્યો હતો. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હાર્ટએટેકથી મોત થયાનું સામે આવ્યું છે.
અરવલ્લીના મોડાસામાં સાકરિયાના ખેડૂતનું હાર્ટએટેકથી મોત થયું છે. યાર્ડમાં મગફળી વેચવા ગયેલા ખેડૂતનું મોત થતાં પરિજનોમાં શોકનો માહોલ છવાયો છે. ૪૩ વર્ષના સુખાભાઇ ખાંટને હાર્ટએટેક આવ્યો છે.