પરિવાર અંબાજી ગયો અને ઘરમાંથી દાગીના-રોકડ સહિત 11 લાખની ચોરી
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરના અંબિકાનગર નજીક ફલેટમાં રહેતો પરિવાર વહેલી સવારે અંબાજી ગયો હતો. તે દરમિયાન ધોળા દિવસે તસ્કરોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી તાળા-તિજાેરી તોડી હતી અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ મળી ૧૧.રર લાખની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
બનાવ અંગે વેપારીએ કલોલ શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે તેના આધારે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. જાેકે બીજા દિવસ સુધી પોલીસ તસ્કરોના પગેરા સુધી પહોંચી શકી નથી.
બનાવની વિગત એવી છે કે શહેરના અંબિકાનગર-ર નજીક આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના ૦ર નંબરના ફલેટમાં ધર્મેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ પરિવાર સાથે રહે છે અને અંબિકાનગર હાઈવે પર કષ્ના ફાસ્ટફૂડ નામની દુકાન ધરાવે છે.
તા.ર ઓકટોબરના રોજ વહેલી સવારે પ વાગ્યે તેઓ તેમની કાર લઈને બે બાળકો, પત્ની અને માતાને લઈ અંબાજી ખાતે દર્શન કરવા માટે ગયા હતા. ત્યાં દર્શન કરી જમ્યા બાદ બપોરના પરત કલોલ આવવા નીકળ્યા હતા તે દરમિયાન ધર્મેશભાઈની પત્ની પારૂલબેન ઉપર તેમના ફલેટની સામેના ઘરમાં રહેતા પડોશી રસીલાબેનનો ફોન આવ્યો હતો તેમણે કહ્યું કે તમારા ઘરના દરવાજાનુ તાળુ તુટેલુ છે અને ઘરમાં સામાન ગમેતેમ પડયો છે. ચોરી થઈ હોવાની શંકા લાગી રહી છે.
ઘરના તાળા તુટ્યા હોવાનું જાણીને ધર્મેશભાઈ પરિવાર સાથે તાબડતોબ સાંજે પ.૩૦ વાગ્યે ઘરે પરત આવ્યા હતા. જયાં તેમણે જાેયું તો દરવાજાે ખુલ્લો હતો અને ઘરની તિજાેરી તુટેલી નજરે પડી હતી તેમાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તેમજ બેંકના એટીએમ કાર્ડ તસ્કરો ચોરી કરીને નાસી ગયા હતા.
કલોલ શહેર અને તાલુકા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી તસ્કર ટોળકી સક્રિય થઈ છે અને રાત્રે તો ઠીક પણ ધોળા દિવસે પણ ઘરફોડને અંજામ આપી રહી છે તેના કારણે શહેર અને તાલુકાની પ્રજામાં ચોરી થવાની દહેશત પ્રવર્તે છે. આવા બનાવોને રોકવા માટે તાકિદે પેટ્રોલિંગ કરવા માટે શહેરીજનો દ્વારા ઉચ્ચકક્ષાએ માગણી કરવામાં આવી છે.
જાેકે બાતમીદારો દ્વારા તસ્કરો સુધી પહોંચી શકે તેવું નેટવર્ક ધરાવતી પોલીસ ઘરફોડિયા ટોકીને ઝડપી લેવામાં ક્યારેક સફળ થતી હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે.