Western Times News

Gujarati News

દર્દીને આઈસીયુમાં દાખલ કરવા પરિવારજનોની મંજૂરી જરૂરી

પ્રતિકાત્મક

નવી દિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આઈસીયુમાં દાખલ કરવાના પોતાની હાલની ગાઈડલાઈનમાં જણાવ્યું છે કે, હોસ્પિટલ ગંભીર રીતે બીમાર દર્દીઓને તેમના અથવા તેમના પરિવારજનોના ઈનકાર કરવા પર આઈસીયુમાં દાખલ ન કરી શકે. ૨૪ એક્સપર્ટસ દ્વારા તૈયાર કરવામાં આવેલા દિશા-નિર્દેશોમાં અનેક ભલામણ કરવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે, જાે ગંભીર રીતે બીમાર દર્દી અથવા બીમારીની સારવાર શક્ય ન હોય અથવા ઉપલબ્ધ ન હોય અને થઈ રહેલી સારવારની કોઈ અસર નથી થવાની અને ખાસ કરીને દર્દીના જીવિત રહેવાની દ્રષ્ટિએ તો તે દર્દીને આઈસીયુમાં રાખવું એ નિરર્થક સંભાળ રાખવા બરાબર છે. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જાે કોઈ દર્દી અથવા દર્દીના પરિવારજનો આઈસીયુમાં દેખરેખની વિરુદ્ધ છે તો તે દર્દીને આઈસીયુમાં દાખલ ન કરવો જાેઈએ.
કયા દર્દીઓને આઈસીયુમાં રાખવામાં આવે છે

– મહામારી અથવા આપત્તિની સ્થિતિમાં જ્યારે સંસાધનો મર્યાદિત હોય ત્યારે દર્દીને આઈસીયુમાં રાખવા માટે નિમ્ન પ્રાથમિકતાના માપદંડો ધ્યાનમાં રાખવા જાેઈએ.
– ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સર્જરી બાદ સ્થિતિ ખરાબ થઈ જાય અથવા જે દર્દીને મોટી સર્જરી બાદ જટિલતાનું જાેખમ થઈ શકે છે તેને આઈસીયુદાખલ કરવું આવશ્યક છે.

– દર્દીને આઈસીયુમાં દાખલ કરવાનો માપદંડ કોઈ અંગનું કામ કરવાનું બંધ થઈ જવું અને મદદની જરૂરિયાત અથવા સારવારમાં અછતની સંભાવના પર આધારિત હોવો જાેઈએ.

– જે દર્દીઓના હદય અથવા શ્વસન અસ્થિરતા જેવી કોઈ મોટી ઈન્ટ્રાઓપરેટિવ જટિલતા અનુભવાય અથવા મોટી સર્જરી થઈ હોય તે પણ માપદંડોમાં સામેલ છે. ગાઈડલાઈનમાં ગંભીર રીતે બીમાર દર્દીઓને જે સ્થિતિઓમાં આઈસીયુમાં દાખલ ન કરવા માટે કહેવામાં આવ્યું છે તેમાં- દર્દી અથવા દર્દીના પરિવાર દ્વારા આઈસીયુમાં દાખલ કરવાનો ઈનકાર કરવો, કોઈપણ બીમારી કે જેની સારવાર મર્યાદિત હોય તે સામેલ છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.