ગ્રામીણ વિસ્તારના ખેડુતો ઘંઉના ખેતી પાકની કાપણીની કામગીરીમા જોતરાયા
(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા ખેડુતો દ્વારા શિયાળા પાકના ભાગ રુપે ઘંઉનો પાક કરવામા આવે છે.આ વર્ષે સારી એવી ઠંડી પડવાની ઘઉનો પાક પણ સારો થયો છે.
શહેરા તાલુકામાં ગ્રામીણ વિસ્તારમાં હાલમાં ઘંઉની કાપણીની સીઝન ચાલી રહી છે. થ્રેસર વડે તેમાથી ઘઉ કાઢવાની કામગીરીમાં ખેડુતો જોતરાયા છે. ખેડુતો દ્વારા પણ સારો ભાવ મળે તેવી પણ આશા રાખી રહ્યા છે. પંચમહાલ જીલ્લાના શહેરાના તાલુકામા સામાન્ય રીતે ચોમાસાની ખેતી પર જ આધાર રાખવામા આવે છે. પરંતુ જેમની પાસે પીયતની વ્યવસ્થા છે તેઓ દ્વારા શિયાળામાં ઘઉની ખેતી કરવામા આવે છે.
આ વખતે પણ શહેરા તાલુકામા હજારો હેક્ટર જમીનમાં ઘંઉનો પાક કરવામા આવ્યો હતો.હાલમાં શિયાળાની સારી એવી ઠંડીના કારણે પાક પણ સારો થયો છે.હાલમા ખેડુતો દ્વારા પણ ઘઉની કાપણી કરવાની સીઝન શરુ થઈ ગઈ છે. જેમા ખાસ કરીને કાપણી બાદ ઘઉના પુળા બાધવામા આવે છે અને તેના બાદ થ્રેસર મશીન વડે તેમાથી ઘઉના દાણા છુટા પાડવામા આવે છે.ખેડુતો કેટલોક જથ્થો પોતાની પાસે રાખે છે, ઘંઉને બજારમા વેચીને આવક પણ મેળવી લે છે.