Western Times News

Gujarati News

પક્ષપલટુ-બળવાખોર નેતાઓનું ભવિષ્ય 8 ડિસેમ્બરે નક્કી થઈ જશે

હાર્દિક પટેલ, મધુ શ્રીવાસ્તવ જેવા ઉમેદવારોને ચૂંટણીમાં મતદારો કેવો પ્રતિસાદ આપે છે તે જાણવા મળશે

ગાંધીનગર,  ગુજરાતમાં આજે ૯૩ બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું, મતદાનની ૮ વાગ્યાથી શરુઆત થઈ ગઈ છે, પરંતુ આ દરમિયાન કેટલીક બેઠકો ચર્ચામાં છે અને તે ચર્ચાનું કારણ ત્યાં ઉભા કરવામાં આવેલા ઉમેદવાર છે. આવો આ હોટ સીટ પર કેવો માહોલ છે તે વિશે જાણીએ. આ બેઠકો પર નેતાઓ તાકાત બતાવી રહ્યા છે અને તેમાં કોણ સફળ થાય છે તે ૮મી ડિસેમ્બરે સ્પષ્ટ થઈ જશે.

પાટીદાર અનામત આંદોલનમાંથી જન્મેલા હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને તેમને વિરમગામ બેઠકની ટિકિટ આપવામાં આવી છે. અહીં બે વખતથી કોંગ્રેસના ઉમેદવારની જીતી થઈ રહી છે. હાર્દિક પટેલ પહેલીવાર ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.

હાર્દિક પટેલ લાખા ભરવાડ સામે મેદાનમાં ઉતર્યા છે કે જેઓ વિરમગામથી માત્ર ૨૦ કિલોમીટર દૂર સાણંદમાં રહે છે. અહીં માંડલની આસપાસ ઔદ્યોગિક એકમો પણ આવેલા છે. અહીં ૨.૫ લાખ મતદારો છે અને તેમાં ૩૮,૦૦૦ પાટીદાર છે, જેમનો હાર્દિકને સારો સાથ મળી શકે છે.

દલિત નેતા કે જેઓ વર્ષ ૨૦૧૭માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરીને જીત્યા હતા તેઓ આ વર્ષે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. ૪૧ વર્ષના કોંગ્રેસના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણી બીજી વખત તેમની ટક્કર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા સાથે થઈ રહી છે કે જેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાેડાયા છે.

આ બેઠક પર એસસી અને મુસ્લિમ મતદારોનો દબદબો છે. બનાસકાંઠા જિલ્લામાં આવતી આ બેઠક પર એઆઈએમઆઈએમએ પણ ઉમેદવારને ઉતાર્યા છે. જ્યારે દલપત ભાટિયા આપની ટિકિટ પરથી અહીં ચૂંટણી લડી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.