Western Times News

Gujarati News

મોઢે ડૂચો મારી હાથ-પગ બાંધી સસરાએ પુત્રવધુને હવસનો શિકાર બનાવી

પુત્રવધુએ પિયરમાં જઇને તેના માતા-પિતાને વાત કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે

અમદાવાદ,  અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં સસરાએ પુત્રવધુને હવસનો શિકાર બનાવી છે. એકલતાનો લાભ લઇને સસરાએ હાથ રૂમાલ વડે મોઢુ બાંધીને હાથ-પગ બાંધી દીધા અને જબરજસ્તીથી બળાત્કાર ગુજાર્યો હતો. જાે કે, પુત્રવધુએ પિયરમાં જઇને તેના માતા-પિતાને વાત કરતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના સસરાની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પરિણીતાના સસરા સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. ૨૮મી એપ્રિલના દિવસે તે ઘરે હાજર હતી.

તેના પતિ નોકરીએ ગયા હતા. જ્યારે તે બાથરૂમમાં કપડાં ધોઇ બહાર આવતા તેના સસરાએ અચાનક પાછળથી આવીને તેને બાથમાં લઇ લીધી હતી અને જમીન પર સૂવડાવી દીધી હતી. જાે કે, પરિણીતાએ બુમાબુમ કરતા તેના સસરાએ એક હાથે દબાવી બીજા હાથે રૂમાલથી મોઢું બાંધી દીધું.

પછી બંન્ને હાથ-પગ દોરી વડે બાંધી દીધા હતા અને જબરજસ્તીથી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેના હાથ-પગ છોડી દીધા હતાં અને ધમકી આપી હતી કે, આ બાબતે તેના પતિ કે બીજા કોઇને પણ બનાવની જાણ કરશે તો જાનથી મારી નાંખીશ.સસરાના વર્તનથી પરિણીતા ખૂબ જ ગભરાઈ ગઈ હતી.

તેથી તે તેના પિયર જતી રહી હતી. જાે કે, ગુમસુમ રહેતી હોવાથી તેના માતા-પિતાએ તેને પૂછતાં તેણે સમગ્ર બનાવ અંગેની જાણ કરી હતી. જ્યારે પરિણીતા તેના પતિને ઘરેથી કહ્યા વગર ચાલી ગઈ હોવાથી તેનો પતિ પણ શોધખોળ કરતાં પિયરમાં પહોચ્યો હતો.

જ્યાં તેના માતા-પિતાએ પરિણીતા સાથે બનેલા બનાવ અંગેની જાણ કરી હતી. બાદમાં સમગ્ર હકીકત પોલીસને જણાવતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.