પિતાએ દીકરીની ચિતામાં કૂદવાનો પ્રયાસ કર્યો
ભીલવાડા, રાજસ્થઆનના ભીલવાડામાં બાળકી પર ગેંગરેપ અને પછી તેને ઈંટની ભઠ્ઠીમાં ફેંકી દેવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો હતો. આ હચમચાવી દેતી ઘટના બાદ પરિવારના સભ્યો અને ગામના લોકો છ દિવસ માટે ધરણાં પર ઉતર્યા હતા. આખરે તંત્રએ તેમને સમજાવ્યા હતા.
આ દરમિયાન છ દિવસ બાદ પરિવારને બાળકીના અડધા સળગેલા અવશેષ અંતિમ સંસ્કારક કરવા માટે મળ્યા તો આખો મહોલ ગમગીન બની ગયો હતો. જે સમયે બાળકીની અંતિમ ક્રિયા ચાલી રહી હતી એ સમયે પિતાની ધીરજ ખૂટી ગઈ હતી અને તેમણે દીકરીની સળઘતી ચિતામાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન તેમની તબિયત લથડી હતી અને બાદમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પરિવારના સભ્યો બાળકીના અડધા બળેલાં અવશેષોના અંતિમ સંસ્કાર કરવા માટે પહોંચ્યો હતો. પોતાની દીકરીની સળગતી ચિતા જાેઈને પિતાની ધીરજ ખૂટી ગઈ હતી.
એ પછી પિતાએ ચિતામાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો. ગેમ તેમ કરીને તેમને રોકી લેવામાં આવ્યા હતા અને આ દરમિયાન તેઓ બેભાન થઈ ગયા હતા. જે બાદ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ડૉક્ટરોએ હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર ઘટના કોટડી વિસ્તારની છે. બાળકી સાથે ગેંગરેપ બાદ તેને જીવતી સળગાવી દેવાની ઘટના બીજી ઓગસ્ટના રોજ બની હતી. આ કૃત્યને એ લોકોએ અંજામ આપ્યો કે બાળકીના પરિવારના સભ્યોને પોતાના ખેતર પાસે થોડા મહિના પહેલાં જ રહેવા માટે જગ્યા આપી હતી.
આ શખસોએ જ બાળકીને હવસનો શિકાર બનાવી હતી. મોડી રાતે મેડિકલ બોર્ડની ટીમે બાળકીની અડધા બળેલા અવશેષોનું પોસ્ટમોર્ટમ કર્યુ હતુ. બાદમાં પરિવાર ગામમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. દીકરીની લાશ અને ચિતા જાેઈને પિતા હારી ગયા હતા. તેઓ સળગતી ચિતામાં કૂદવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારે પાસે ઉભેલા સંબંધીઓ સાથે ટક્કર થઈ ગઈ હતી. જે બાદ તેઓને ઈજા પહોંચી હતી. એ પછી એમ્બ્યુલન્સની મદદથી પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ કહ્યું કે, તેમની તબિયત સ્થિર છે. તેમના તમામ મેડિકલ રિપોર્ટ નોર્મલ છે.SS1MS