કોન્ટ્રાક્ટરની ઉશ્કેરણીએ ૫ દીકરીના માથેથી છીનવી પિતાની છત્રછાયા
વલસાડ, ઉમરગામ તાલુકમાં એક કંપનીમાં રોજગારીને લઈને ઘીંગાણું થયું હતું. આ ઝઘડાના વાતાવરણમાં એક સ્થાનિકની હત્યા થતાં ચકચાર મચી ગઈ હતી. રોજગારી જેવી નજીવી બાબતમાં કોન્ટ્રાક્ટરની ઉશ્કેરણીથી બે જૂથ સામ-સામે આવી ગયા હતાં, જેના કારણે આ બાબત હત્યામાં પરિણમી હતી. ઘટના બનતાના ગણતરીના જ સમયમાં ઉમરગામ મરીન પોલીસે હત્યાના મામલે ૫ આરોપીની ધરપકડ કરી દીધી છે.
રોજગારી માટેની બાબતમાં રાજેશ સોરઠી નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. સોરઠી ઘરનો મોભી હોવાના કારણે હાલ તેનું પરિવાર રજળી પડ્યું છે. તેમજ જ ૫ દીકરીઓને પિતાની છત્રછાયા ગુમાવવી પડી છે. જેથી, આરોપી વિરુદ્ધ ગામના લોકોમાં રોશ વ્યાપ્યો છે. વલસાડના કલગામના સોરઠ વાડમાં સમારો કંપનીના ગેટ સામે જ કંપનીમાં ટેમ્પો ચલાવવા બાબતે કોન્ટ્રાક્ટરની ઉશ્કેરણીથી એક જ જ્ઞાતિના ગામના લોકો વચ્ચે બબાલ થઈ હતી.
જેમાં કેટલાક માથાભારે ઈસમોએ રાજેશ સોરઠી પર જીવલેણ હુમલો કર્યો હતો. સૌથી પહેલા એક મહિલા દ્વારા સોરઠી પર પથ્થર ફેંકવામાં આવ્યો હતો, ત્યારબાદ અન્ય માથાભારે ઈસમોએ લાકડીના ફટકા અને છરીના ઘા માર્યા હતાં. આ હુમલા બાદ સોરઠીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સોરઠીનું મૃત્યુ નીપજતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતાં.
ઘટનાની જાણ થતાં પોલીસે આરોપીને પકડવાનો પ્રયાસ શરુ કરી દીધી હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કલગામના સોરઠ વાડમાં આવેલા સમારો કંપનીમાં સ્થાનિક મજૂરોને બદલે બહારથી મજૂરો લાવીને કામ કરવવા માટે ઈસમો ગામના અન્ય સ્થાનિક માણસોને કંપનીમાં કામ કરવાની ના પાડી દીધી હતી. જેનો વિરોધ કરી રાજેશ સોરઠીએ કહ્યું કે તે કંપનીમાં જ કામ કરશે.
જેથી, કોન્ટ્રાક્ટરે ઉશ્કેરણી કરી ગામના અન્ય માથાભારે જૂથને બોલાવ્યા અને મામલો ઉગ્ર બન્યા હતો. સમગ્ર ઘટનામાં સૌથી પહેલા હીનાબેન સોરઠી નામની વ્યક્તિએ રાજેશ સોરઠી પર પથ્થર મારીને ઈજા પહોંચાડી, ત્યારબાદ મિલન અને અક્ષય નામના આરોપીએ હાથમાં રહેલા ચપ્પુ વડે રાજેશ સોરઠી પર જીવલેણ હુમલો કર્યો અને રાજેશ ગેટની બહાર જ ઢળી પડ્યો. રાજેશની પત્ની જ્યારે બચાવવા વચ્ચે પડી તો આરોપીએ તેને પણ લાકડી વડે માર માર્યો.
સમગ્ર ઘટના વકરતાં સ્થાનિક લોકો એકઠા થયાં અને ભોગ બનનાર પતિ-પત્નીને દવાખાને લઈ ગયા હતાં. આ ઘટના માં મરીન પોલીસે અક્ષય સોરઠી ,મિલન સોરઠી ,ઉમેશ સોરઠી અને રોહિત સોરઠી અને હીના સોરઠી પોલીસે ધરપકડ કરી લીધી છે. કલગામ નજીક આવેલી કંપનીમાં કામ કરવા બાબતે ગામના જ કેટલાક માથાભારે શકશો એ આતંક મચાવ્યો હતો.
સ્થાનિક લોકોને બદલે બહારથી જ કામદારો લાવી કંપની માં કામ કરાવવા બાબતે બબાલ ચાલતી હતી.જેનો લોહિયાળ અંત આવ્યો અને એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. મૃતકની પત્ની પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. હાલ મૃતકનો આખો પરિવાર શોકમાં ગ્રસ્ત છે. SS3SS