મહિલા એજન્ટ ૩૦ હજાર લઈને ગર્ભવતી મહિલાનું લિંગ પરીક્ષણ
અમદાવાદમાં લીંગ પરીક્ષણ કરતું ક્લિનિક ઝડપાયું -અમદાવાદમાં મહિલા એજન્ટ ગર્ભવતી મહિલાને ઇમેજીન પોઇન્ટ લઇ જઇ ગર્ભ પરીક્ષણ કરાવતી હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ
અમદાવાદ, અમદાવાદના ચાંદખેડામાં લીંગ પરીક્ષણ ક્લિનિક સામે આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે આવી છે. સોનોગ્રાફી મશીન સીલ કરાયું છે. ડમી દર્દી મોકલી ગોરખધંધાનો પર્દાફાશ. કરવામાં આવ્યો છે. મહિલા એજન્ટની સંડોવણી પણ આ સમગ્ર ઘટના સામે આવી છે. જે પ્રસુતાઓ પાસેથી ૨૫ થી ૩૦ હજાર રૂપિયા વસૂલતી હતી.
લીંગ પરીક્ષણ કરતું આ ક્લીનિક અને ઇમેજીન સેન્ટર સામે આરોગ્ય વિભાગે હવે લાલ આંખ કરી છે. લીંગ પરીક્ષણની શંકાએ ચાંદખેડાના ઇમેજીન પોઇન્ટનું મશીન પણ સીલ કરાયું છે. આનંદીબેન નામની મહિલા એજન્ટ ગર્ભવતી મહિલાને ઇમેજીન પોઇન્ટ લઇ જતી હતી.
ગર્ભવતી મહિલાઓ પાસેથી ૨૫થી ૩૦ હજાર રૂપિયા વસુલતી હોવાની વાત સામે આવતા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગે ડમી દર્દી મોકલી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
મહિલા એજન્ટ સામે કાયદાકીય કાર્યવાહી જિલ્લા આરોગ્ય વિભાગ કરશે. ઇમેજીન પોઇન્ટના ડોક્ટરનો આરોગ્ય કર્મી સામે તેઓ લીંગ પરીક્ષણ નથી કરતા તેવો બચાવ કરવામાં આવ્યો છે.