ઘર વિહોણા અને પથારીવશ ૧૫૦ થી વધુ નિરાધાર લોકો સાથે રંગોનો પર્વ મનાવાયો
ધુળેટીના પર્વએ પત્રકારો પણ ઘરવિહોણા લોકો સાથે રંગે રંગાયા
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચનું એક એવું સ્થળ કે જેનું કોઈ નથી તેવા નિરાધાર અને પથારીવશ લોકો પણ ધુળેટી પર્વની ઉજવણી કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં ૧૫૦ થી વધુ પથારીવશ લોકોને સેવા યજ્ઞ સમિતિ દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રંગોનો પર્વ એટલે ધુળેટી..ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવે છે અને ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી હતી.ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ કંપાઉન્ડમાં આવેલા સેવા યજ્ઞ સમિતિના ડેડા તાંબુમાં ૧૫૦ થી વધુ નિરાધાર અને પથારીવશ લોકો જીવન વિતાવી રહ્યા છે અને આ લોકો માટે ભગવાન સ્વરૂપે કોઈ ઈશ્વર હોય તો તે છે સેવા યજ્ઞ સમિતિ.સેવા યજ્ઞ સમિતિ પણ ઘર વિહોણા નિરાધાર અને પથારીવશ લોકોને પણ તેઓ એકલા છે તેનો અહેસાસ થવા દેતા નથી અને તમામ તહેવારની ઉજવણી કરવામાં આવે છે.
આજે ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.પૃથ્વી ઉપર મનુષ્યનો જન્મ મળ્યો છે એટલે તમામ તહેવાર મનાવવા તે પણ આપણો અધિકાર છે અને આ અધિકાર દરેક મનુષ્યને હોય છે.પરંતુ જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે.તેવા સંદેશ સાથે સેવા યજ્ઞ સમિતિ દ્વારા ઘરવિહોણા નિરાધાર અને પથારીવશ લોકો સાથે ધુળેટી કરવાની ઉજવણી કરી હતી.
સેવા યજ્ઞ સમિતિ દ્વારા ૧૫૦ થી વધુ નિરાધાર અને પથારીવશોની સેવા કરવામાં આવી રહી છે અને આ નિરાધાર લોકો એકલા છે તેનું કોઈ નથી તેઓ અનુભવ ન કરે તે માટે સેવા યજ્ઞ સમિતિ દ્વારા તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.ધુળેટીના પર્વ એ સવારથી જ તમામ ઘર વિહોણા અને નિરાધાર તથા પથારીવશ લોકો સાથે સેવા યજ્ઞ સમિતિએ એક મેકને કલર લગાવી ઉજવણી કરી હતી અને સાથે જ પત્રકારોએ પણ નિરાધાર લોકો સાથે ધુળેટી પર્વની ઉજવણી કરી એક અનોખો સંદેશો પાઠવ્યો હતો.