Western Times News

Gujarati News

ગોધરા ખાતે મઘ્ય ગુજરાત રોહિત સમાજના ૨૦૧ તેજસ્વી તારલાઓનો પાંચમો સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ) ગોધરા. ગોધરા ખાતે રવિવાર ના રોજ ૨૦૧ વિદ્યાર્થી સન્માન સમારોહ અને વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ,૧૦ ,ધોરણ ૧૨ અને પદવી પામેલા વિદ્યાર્થીઓનું મોમેન્ટો, બેગ સાલ અને સન્માન પત્રક આપી સન્માન કરવામાં આવ્યું હતું.

બાબા સાહેબ આંબેડકર અને સંત રવિદાસજીના ફોટાને ફૂલહાર કરી ,દીપ પ્રાગટય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મહેશભાઇ ચૌહાણ ,સંજય સુમેસરા , નરેન્દ્ર પરમાર ,મુકેશ રાઠોડ, મણીબેન રાઠોડ , ગોવિંદ ભાઈ ડેસરીયા,સુરેશભાઈ સિંગવડ, બાબુ ભાઈ મકવાણા, ડાહ્યાભાઈ નવાગામ,ડાહ્યાભાઈ ડભોઉ, ચંદુભાઈ હાલોલ,રમણભાઈ કોઠંબા,નીલમ ભાઈ વરધરી,નવનીત ભાઈ વડેલી, પરમાં ભાઈ સોલંકી,દિપકભાઈ મોરવા , મણીબેન રાઠોડ ,ભાવનાબેન નારકર અને નામી અનામી સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત મોટી સંખ્યામાં સમાજ બંધુઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓની સાથે જુદા જુદા ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભાઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું ,વિનુભાઈ બામણીયા બાકોર , કિરણસિંહ ચાવડા દાહોદ, નીલેશભાઈ નવાગામ, નીલેશભાઈ અભેટવા, હેપી વિનોદ દેસાઈ, કિરિટ સમાયા વગેરેનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. આવેલા આગેવાનો દ્વારા પોતાના વકતવ્ય માં શિક્ષણ પર ભાર મૂકવા અને શિક્ષણ થકી સમાજ માં સુધારો વધે તે માટે નું આહવાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.