ફિલ્મ એનિમલ ૫૦૦ કરોડ ક્લબમા સામેલ થઈ
મુંબઈ, રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ એ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડની કમાણી કરી લીધી છે. રણબીર કપૂરના કરિયરની અત્યાર સુધીની આ પહેલી ફિલ્મ છે જેણે આ રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા કોઈ ફિલ્મે આ સિદ્ધિ મેળવી નથી. આ સાથે ‘એનિમલ’ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર રૂ. ૫૦૦ કરોડના ક્લબમાં પ્રવેશનારી આ વર્ષની ચોથી ફિલ્મ બની છે. સકનિલ્કના રિપોર્ટ અનુસાર, ‘એનિમલ’ ૧૭માં દિવસે કલેક્શન સાથે ૫૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે.
જો શરૂઆતના અહેવાલોનું માનીએ તો, જ્યારે ફિલ્મે ૧૬માં દિવસે ૧૨.૮ કરોડ રૂપિયાની કમાણી કરી હતી, તો ત્રીજા રવિવારે પણ ફિલ્મે ૧૫.૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ૧૭ દિવસની કમાણી સાથે ‘એનિમલ’નું કુલ કલેક્શન ૫૧૨.૯૪ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. એનિમલ આ વર્ષની ચોથી ફિલ્મ છે જેણે ૫૦૦ કરોડનો આંકડો પાર કર્યો છે.
આ પહેલા ‘જવાન’ (૬૪૦.૨૫ કરોડ), ‘ગદર ૨’ (૫૨૫.૭ કરોડ) અને ‘પઠાણ’ (૫૪૩.૦૯ કરોડ) આ રેકોર્ડ બનાવી ચૂકી છે. નોંધનીય છે કે રણબીર કપૂરની આ ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર રૂ. ૫૦૦ કરોડની ક્લબમાં સ્થાન મેળવ્યું છે, ત્યારે તેણે વિશ્વભરમાં રૂ. ૮૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. રણબીર કપૂરની ફિલ્મ ‘એનિમલ’ તેના કરિયરની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.
ફિલ્મમાં રણબીર કપૂરની સાથે અનિલ કપૂર, બોબી દેઓલ, રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં જોવા મળે છે. જ્યાં એક તરફ ફિલ્મમાં બોબી દેઓલના પાત્રે લોકોના દિલ જીતી લીધા છે તો બીજી તરફ લોકોને રણબીર અને તૃÂપ્તની કેમેસ્ટ્રી પણ પસંદ આવી છે.SS1MS