આંખના પલકારો ઝપકવવાનું ભુલાવી દેશે ફિલ્મ ‘બગીરા’
મુંબઈ, હવે એક્શન ફિલ્મનો યુગ ચાલી રહ્યો છે. આ દરમિયાન ૨૫ કરોડ રૂપિયા ખર્ચીને, મેકર્સે એવી ફિલ્મ બનાવી છે, જેણે ઓટીટી પર હોબાળો મચાવ્યો છે. લોકો ઘરે બેસીને ફિલ્મની મજા માણી રહ્યા છે. ફિલ્મમાં ઘણા બધા એક્શન છે, જે તમને આંખના પલકારાં પણ મારવા નહીં દે.
આ દિવસોમાં ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ દરરોજ જબરદસ્ત કમાણી કરી રહી છે. તે વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. તેમજ સાઉથની એક ફિલ્મ ઓટીટી પર જલવો વિખેરી રહી છે.
આ ફિલ્મે પણ નંબર ૧ કબજે કર્યાે છે. આ ફિલ્મનું નામ છે ‘બગીરા’.‘બગીરા’ વર્ષ ૨૦૨૪માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ છે. શ્રી મુરલીએ આમાં લીડ રોલ અદા કર્યાે છે. તો પ્રકાશ રાજ, અચ્યુત કુમાર અને રુક્મિણી વસંત જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મનો એક ભાગ છે.
આ એક એક્શનથી ભરપૂર ફિલ્મ છે, જેણે ઓટીટી ની ટોપ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.શ્રી મુરલીની આ ફિલ્મ દિવાળીના અવસર પર ૩૧ ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. તેની કહાની એક દબંગ પોલીસ અધિકારી વેદાંતની આસપાસ ફરે છે, જે ખૂબ જ ઈમાનદાર છે. તે કોઈપણ સંજોગોમાં અન્યાય સહન કરી શકતો નથી.
ગુંડાઓ અને બદમાશો તેની સામે થરથર ધ્રૂજે છે. અને આૅન ધ સ્પાટ મામલો રફેદફે કરી દેતા લોકો પર તેને જરાય દયા નથી. આ બધાની વચ્ચે કંઈક એવું બને છે કે વેદાંતને તેની ઓળખ છુપાવીને ગુંડાઓ અને બદમાશોને પાઠ ભણાવવો પડે છે. ગરુડ રામે ફિલ્મ ‘બગીરા’માં વિલનનો રોલ અદા કર્યાે છે.
થોડા દિવસો પહેલા, તેને કન્નડ, તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી. પરંતુ ફેન્સ તેના હિન્દી વર્ઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
જો કે, આ રાહનો અંત આવ્યો છે. ‘બગીરા’ ૨૫મી ડિસેમ્બરે હિન્દી ભાષામાં રિલીઝ થઈ હતી અને તેણે ઓટીટી પર હિટ થતાં જ હલચલ મચાવી દીધી હતી.શ્રી મુરલીની એક્શનથી ભરપૂર ફિલ્મ ‘બગીરા’ ઓટીટી ડિઝની પ્લસ હોટસ્ટાર પર હિન્દીમાં રિલીઝ થઈ છે.
નવાઈની વાત એ છે કે તે લોન્ચ થતાંની સાથે જ ટોપ ટ્રેન્ડિંગ બની ગયું છે. ‘બગીરા’ ભારતના ટોપ ૧૦ લિસ્ટમાં નંબર ૧ પર ટ્રેન્ડ કરી રહી છે. ફિલ્મને ૧૦ માંથી ૬.૮ રેટિંગ મળ્યું છે.SS1MS