Western Times News

Gujarati News

ફિલ્મ ફુકરે ૩એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી

મુંબઈ, ફુકરે ૩ ગયા મહિને ૨૮મી સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મને રિલીઝ થયાને ૬ દિવસ થઈ ગયા છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.

દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી રહી છે જેના કારણે ફિલ્મ સારી કમાણી કરી રહી છે. ‘ફુકરે ૩’ એ ૨૦૧૩ની કોમેડી ડ્રામા ફિલ્મ ફુકરેની સિક્વલ છે જેમાં રિચા ચઢ્ઢા, વરુણ શર્મા, પુલકિત સમ્રાટ, મનજાેત સિંહ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં જાેવા મળ્યા છે.

ફુકરે ૩એ તેની રિલીઝના ૫માં દિવસે ૧૧.૬૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ૬ઠ્ઠા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, હ્લેાિીઅ ૩ મંગળવારે એટલે કે છઠ્ઠા દિવસે ૫ કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. આ રીતે ફિલ્મનું કુલ કલેક્શન ૬૦.૧૭ કરોડ રૂપિયા થઈ ગયુ છે. તમને જણાવી દઈએ કે આ કલેક્શન શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘જવાન’ની કમાણી કરતા પણ વધુ છે. ફુકરે ૩ મંગળવારના બિઝનેસમાં ‘જવાન’ને પણ પાછળ છોડી દિધી છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની ફિલ્મ મંગળવારે ૩ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે, જે અત્યાર સુધીની સૌથી ઓછી કમાણી હશે. ‘ફુકરે ૩’ની વાત કરીએ તો આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં રિચા ચઢ્ઢા ભોલી પંજાબનના રોલમાં જાેવા મળે છે. ફિલ્મમાં વરુણ શર્માએ ચૂચાનું પાત્ર ભજવ્યું છે જે ભોલી પંજાબન સામે ચૂંટણી લડતો પણ જાેવા મળે છે.

આ ફિલ્મ એક પિતા અને પુત્રની સ્ટોરી છે. ફિલ્મમાં રાજકીય અને સામાજિક મુદ્દાઓને પણ ઉઠાવવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર શાહરૂખ ખાન તેમાં ઘણા રોલમાં જાેવા મળે છે, જેણે ચાહકોનું દિલ જીતી લીધું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.