ફિલ્મ કારવાંની શોલેથી પણ વધુ ટિકિટો વેચાઇ હતી
મુંબઈ, હેમા માલિની, ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચનની શોલેને કલ્ટ-ક્લાસિકનો દરજ્જાે પ્રાપ્ત છે, જે ૧૫ ઓગસ્ટ ૧૯૭૫ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે તે સમયગાળાના દરેક મોટા બોક્સ ઓફિસ રેકોર્ડ તોડી નાખ્યા હતા, પરંતુ તે ૧૯૭૧ની ફિલ્મ કારવાંથી ટિકિટોના વેચાણની બાબતે માર ખાઇ ગઇ. આ ફિલ્મ ભારતમાં સુપરહિટ રહી હતી, પરંતુ વિદેશમાં તેને વધુ સફળતા મળી હતી. ૧૯૭૯માં જ્યારે ‘કારવાં’ ચીનમાં રિલીઝ થઈ ત્યારે તેણે દરેકના રેકોર્ડ તોડી નાખ્યા હતા.
તે ચીનમાં સૌથી વધુ કમાણી કરનાર વિદેશી ફિલ્મ બની. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સમગ્ર એશિયામાં ફિલ્મની ૩૦ કરોડ રૂપિયાથી વધુ ટિકિટો વેચાઈ હતી, જ્યારે ‘શોલે’ની ૨૫ કરોડથી વધુ ટિકિટો વિશ્વભરમાં વેચાઈ હતી. કારવાંનો પ્લોટ ૧૯૫૩માં આવેલી ફિલ્મ ‘ગર્લ ઓન ધ રન’થી થોડો પ્રેરિત છે. આ ફિલ્મ એક યુવતી સુનીતા (આશા પારેખ) અને તેના પિતા મોહનદાસ વિશે છે, જેમને તેમનો વિશ્વાસુ કર્મચારી રાજન દગો આપે છે.
રાજન તેના કાળા કરતૂતોને છૂપાવવા માટે પોતાના માલિકને ઊંચી બિલ્ડિંગની બારીમાંથી ધક્કો મારી દે છે. પોલીસને તેની પર શંકા જતી નથી અને તે આને માત્ર એક ઘટના માની લે છે. રાજન પછી તેમની પુત્રી સુનીતા સાથે લગ્ન કરે છે, પરંતુ ધીમે ધીમે સુનીતાની શંકા વિશ્વાસમાં ફેરવાઈ જાય છે કે તેણે ખોટી વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે.
તે મદદ માટે તેના પિતાના મિત્ર પાસે જવાનો પ્રયાસ કરે છે, પરંતુ રસ્તામાં તેનો અકસ્માત થાય છે, ત્યાર બાદ તેની મુલાકાત મોહન (જીતેન્દ્ર) સાથે થાય છે. કારવાં એક સસ્પેન્સ-થ્રિલર ફિલ્મ છે, જેણે બોક્સ ઓફિસ પરથી ૩૫.૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જિતેન્દ્ર અને આશા પારેખ ઉપરાંત અરુણા ઈરાની અને હેલને પણ તેમાં વિશેષ ભૂમિકાઓ ભજવી હતી.
જેનું નિર્દેશન આમિર ખાનના કાકા નાસિર હુસૈને કર્યું હતું. કારવાંથી જીતેન્દ્ર અને આશા પારેખની જાેડી રાતોરાત સુપરહિટ થઈ ગઈ. જિતેન્દ્ર સમયાંતરે સુપરહિટ ફિલ્મો આપી અને મોટા અભિનેતા તરીકે ઉભર્યા. એવો સમય પણ આવ્યો જ્યારે જીતેન્દ્રએ તે જમાનાના સુપરસ્ટાર રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચનને સૌથી વધુ સુપરહિટ ફિલ્મો આપવાના મામલે પાછળ છોડી દીધા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજેશ ખન્નાએ પોતાની આખી કારકિર્દીમાં ૫૭ હિટ ફિલ્મો આપી હતી, જ્યારે અમિતાભ બચ્ચને ૬૩ હિટ ફિલ્મો આપી હતી, જ્યારે જીતેન્દ્ર ૬૯ હિટ ફિલ્મો સાથે તેમનાથી આગળ છે. SS1SS