ફિલ્મ પઠાનને ૧૦ સીન કાપ્યા પછી મળ્યું U/A સર્ટિફિકેટ
મુંબઈ, જ્યારથી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાનની જાહેરાત થઈ છે ત્યારથી જ બધાની નજર તેના પર છે. પઠાન એ માત્ર એક ફિલ્મનું નામ નથી પરંતુ તે હજારો ચાહકો માટે એક લાગણી છે જેઓ શાહરૂખ ખાનને સિલ્વર સ્ક્રીન પર જાેવાની રાહ જાેઈ રહ્યા છે. અત્યાર સુધીમાં ફિલ્મના બે ગીતો રિલીઝ થઈ ચૂક્યા છે અને બંનેએ ચાહકોમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે.
જાેકે, ‘બેશરમ રંગ’એ ઘણા વિવાદોને આમંત્રણ આપ્યું છે. આ બધું હોવા છતાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશનની ભલામણો પર કરવામાં આવેલા દસ કટ પછી ફિલ્મને UA સર્ટિફિકેટ આપ્યું છે. પઠાણમાં ૧૦ કટ કરવામાં આવ્યા છે.
એક અહેવાલ મુજબ, CBFCએ ફિલ્મમાં ૧૦ કટ લગાવ્યા છે અને ત્યારબાદ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જાેન અબ્રાહમની ફિલ્મ (પઠાન)ને U/A સર્ટિફિકેટ મળ્યું છે. પ્રમાણપત્રમાં જણાવ્યા મુજબ, ફિલ્મની લંબાઈ ૧૪૬ મિનિટ છે. પઠાન ૨ કલાક ૨૬ મિનિટ લાંબી છે. જાેકે, એ સ્પષ્ટ નથી થયું કે બેશરમ રંગ ગીત રિલીઝ થયા બાદ ભારે હોબાળો મચાવનાર કેસરી બિકીનીને હટાવવાનું કહેવામાં આવ્યું છે કે નહીં.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાનનો દેશના વિવિધ રાજ્યોમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. બુધવારે વસ્ત્રાપુરમાં આવેલા અમદાવાદ વન મોલ સ્થિત સિનેપોલિસ મલ્ટીપ્લેક્સમાં બજરંગ દળના સભ્યોએ ‘પઠાન’ના પોસ્ટર અને સ્ટેન્ડી ફાડ્યા હતા.
જે બાદ અન્ય મલ્ટીપ્લેક્સના માલિકોએ ફિલ્મના પોસ્ટર અને પ્રમોશનની અન્ય સામગ્રી હટાવી દીધી છે. કોઈપણ અનિચ્છનીય અને અપ્રિય ઘટનાને ટાળવા માટે મલ્ટીપ્લેક્સના માલિકોએ આ ર્નિણય કર્યો હતો.SS1MS