ફિલ્મ ‘શૈતાન’ એ યોદ્ધાનો તોડી નાખ્યો રેકોર્ડ
મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગનની હોરર ફિલ્મ ‘શૈતાન’ હાલમાં ટોપ પર છે. ફિલ્મ ‘શૈતાન’માં આર માધવનની એક્ટિંગ લોકોને ખૂબ પસંદ પડી રહી છે. આ મુવી શરૂઆતથી જ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. દરેક દિવસે કલેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે.
થોડા દિવસો પહેલાં ‘શૈતાન’ મુવીએ ઘરેલુ બોક્સ પર ૧૦૦ કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે આ ફિલ્મએ નવો એક રેકોર્ડ કરી લીધો છે.
જો કે આ મુવીનું જ્યારથી પોસ્ટર અને ટ્રેલર રિલીઝ થયુ ત્યારથી ફેન્સ સુપર એક્સાઇટેડ હતા. અજય દેવગન અને આર માધવનની ફિલ્મ ‘શૈતાને’ પહેલાં અઠવાડિયામાં દમદાર કલેક્શન કર્યા પછી બીજા અઠવાડિયામાં એન્ટ્રી મારી છે. સિદ્ધાર્થ મલ્હાત્રાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ યોદ્ધાને પાછળ પાડી દીધી છે. સોમવારના રોજ એટલે કે ૧૧માં દિવસે ‘શૈતાન’ મુવીએ દેશભરમાં ૩ કરોડનો બિઝનેસ કર્યો હતો.
હવે ૧૨માં દિવસે કમાણીનો આંકડો સામે આવી ગયો છે. સૈકનિલ્કના અર્લી રિપોર્ટ અનુસાર આર માધવનની હોરર ફિલ્મ ‘શૈતાન’એ બીજા દિવસે એટલે કે મંગળવારના રોજ દેશભરમાં ૩ કરોડનો બિઝનેસ કર્યો છે. આ રીતે ૧૨ દિવસમાં ભારતમાં ફિલ્મની ટોટલ કમાણી ૧૦૯.૦૫ થઇ ગઇ છે.
અજય દેવગનની ફિલ્મ ‘શૈતાને’ કલેક્શનના મામલામાં ગોલગાલ ૩ને પાછળ પાડી દીધી છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૦માં આ મુવીએ ઘરેલુ બોક્સ ઓફિસ પર ૧૦૬.૩૪ કરોડ રૂપિયાનો ટોટલ બિઝનેસ કર્યો હતો. આર માધવનની ફિલ્મ ‘શૈતાન’ દેશમાં નહીં, પરંતુ વિદેશમાં પણ તાબડતોબ કમાણી કરી છે.
વર્લ્ડવાઇડ કલેક્શનમાં થોડા દિવસો પહેલાં ફિલ્મ ૧૫૦ કરોડનો આંકડો પાર કરી દીધો છે અને હવે ‘શૈતાન’ મુવીએ દુનિયાભરમાં ૧૫૬.૫૬ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.
હવે આ મુવી ઝડપથી ૨૦૦ કરોડની ક્લબ તરફ વધી ગઇ છે. શૈતાન જિયો સ્ટૂડિયોઝ, અજય દેવગન ફિલ્મ્સ અને પેનોરમા સ્ટૂડિયોઝ ઇન્ટરનેશનલની પ્રસ્તુતિ છે અને આ દેવગન, જ્યોતિ દેશપાંડે, કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક દ્રારા નિર્મિત છે.
અજય દેવગનની આ વર્ષે બેક ટુ બેક અનેક ફિલ્મો રિલીઝ થશે. આ દિવસોમાં સિંઘમ અગેનના પ્રોડક્શનમાં વ્યસ્ત છે જેનું નિર્દેશન રોહિત શેટ્ટી કરી રહ્યા છે. સિંઘમ એક ફેમસ ફ્રેન્ચાઇઝ છે જેના અત્યાર સુધીમાં બે પાર્ટ બનીને રિલીઝ થઇ ગયા છે.
બન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. આ સિવાય અજય દેવગનની પાસે મૈદાન, ઔરોં મેં કહાં દમ થા, રેડ ૨, સન ઓફ સરદાર ૨, ધમાલ ૪ જેવી ફિલ્મો છે. આ ફિલ્મો એક પછી એક મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થશે.SS1MS