મનોજ બાજપેયીનો ખુંખાર રોલ જોઇને છક થઇ જશો
મુંબઈ, મનોજ બાજપેયી ધ ફેમિલી મેન, સત્યા, ગેંગ્સ ઓફ વાસેપુર જેવી અનેક ફિલ્મોમાં દમદાર એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધુ છે. મનોજ બાજપેયી છેલ્લા ૩૦ વર્ષથી દમદાર રોલ નિભાવીને ફેન્સને ફિદા કરી દે છે. હાલમાં મનોજ બાજપેયીની નવી ફિલ્મનું એલાન થયુ છે જેનું નામ ‘ભૈયા જી’ છે.
આ ફિલ્મમાં એક્ટરનો પહેલો લુક સામે આવ્યો હતો જેમાં મોંમા સિગરેટ જોવા મળી રહી છે અને એક્ટર એકદમ દેસી અંદાજમાં જોવા મળ્યા હતા. હવે ફિલ્મનું ટીઝર પણ રિલીઝ થઇ ગયુ છે. આ ટીઝર સોશિયલ મિડીયામાં આવતાની સાથે છવાઇ ગયુ છે.
ભૈયા જી ટીઝરમાં મનોજ એકદમ ખુંખાર લુકમાં જોવા મળી રહ્યા છે. ટીઝરની શરૂઆતમાં મનોજ બાજપેયી બેહોશ પડેલા જોવા મળે છે. આ સમયે ભીડ પણ તમે જોઇ શકો છો. આમાંથી એક વ્યક્તિ મનોજ પર હુમલો કરવા જાય છે અને તરત ઉઠીને બેસીને જાય છે.
પરંતુ જેવી રીતે મનોજ ઉઠે છે ત્યારે ભીડમાંથી ભાગતા જોવા મળે છે અને ચારેબાજુ અફરા-તફરી મચી જાય છે. ત્યારબાદ મનોજ કહેતા સંભળાય છે કે હવે નિવેદન નહીં, નરસંહાર થશે. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે ભૈયા જીમાં મનોજ એકદમ એક્શન અવતારમાં જોવા મળે છે. ‘ભૈયા જી’નું આ ટીઝર એકદમ ઘાંસૂ છે. મનોજ બાજપેયીનો આવો અંદાજ આ પહેલાં તમે ક્યારેય નહીં જોયો હોય.
ભૈયા જીનું આ ટીઝર જોરદાર છે. મનોજ બાજપેયીનો આ અંદાજ દમદાર છે. સોશિયલ મિડીયા પર ‘ભૈયા જી’નું આ ટીઝર ચર્ચાનો વિષય બન્યો છે. લોકો આ ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યા છે. આમ, તમને જણાવી દઇએ કે વિનોદ ભાનુશાલી અને સમીક્ષા શૈલા ઓસવાલ આ મુવીને લઇને આવી રહ્યા છે.
ફિલ્મનું નિર્દેશક અર્પૂવ સિંહ કાર્કાએ કર્યુ છે. આ પહેલા મનોજ બાજપેયીની શાનદાર મૂવી એક બંદા કાફી હૈમાં નિર્માણ કરી ચુક્યા છે. આ ફિલ્મ ૨૪ મે ૨૦૨૪ના રોજ રિલીઝ થશે. આમ, વાત કરવામાં આવે તો આ મુવીને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. આ મુવીનું ટીઝર એટલું દમદાર છે કે ફિલ્મ કેવી હશે એનો અંદાજ તમે લગાવી શકો છો.SS1MS