Western Times News

Gujarati News

ફિલ્મ વેક્સિનવોરને બોક્સ ઓફિસ પર નબળો પ્રતિસાદ

મુંબઈ, વિવેક અગ્નિહોત્રીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ધ વેક્સીન વોર ૨૮ સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ ગઇ છે. પરંતુ આ ફિલ્મની પહેલા દિવસની કમાણી ફક્ત રૂપિયા ૨ કરોડ જ થઇ છે. હવે સપ્તાહના અંત પર લોકોની નજર છે. આ ફિલ્મને ફુકરે ટુ અને ચંદ્રમુખી ટુને ટક્કર આપવી પડી રહી છે. જાે કલેકશન આમ જ ચાલશે તો પછી ફિલ્મસર્જકને મોટી ખોટ જાય તેવી પૂરી શક્યતા છે.

નાના પાટેકર અભિનિત આ ફિલ્મમાં વેક્સિન વોરે પ્રથમ દિવસે ફક્ત ૧ થી ૨ કરોડ રૂપિયાનું જ કલેકશન કર્યું છે, જે આશા કરતાં ઘણું ઓછું છે. જાે વીકએન્ડમાં કલેકશનમાં વધારો નહીં થાય તો ફિલ્મસર્જકને ભારી નુકસાન ઉઠાવવું પડશે. આ ફિલ્મને ફુકરે ટુ અને ચંદ્રમુખી ટુને ટક્કર આપવી પડી રહી છે.

વેક્સિન વોર ફિલ્મમાં નાના પાટેકર અને અનુપમ ખેર જેવા માંધાતા કલાકારો હોવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર જાેર પકડી શકી નથી. ફિલ્મની વાર્તા કોરોનાકાળ દરમિયાનની છે. જેમાં વૈજ્ઞાાનિકોના એંગલને લેવામાં આવ્યો છે. આ દરમિયાન લોકો કોરોનાની વેક્સિનની આતુરતાથી રાહ જાેઇ રહ્યા હતા. ત્યારે વૈજ્ઞાાનિકો આ રસી બનાવવામાં કેટલી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો સામનો કરીને કઇ રીતે સફળ રહ્યા તે દર્શાવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.