Western Times News

Gujarati News

સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરથી બનશે ફિલ્મ

મુંબઈ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છેલ્લા ૧૫ વર્ષથી ટીવી પર તો રાજ કરે જ છે સાથે દર્શકોના દિલમાં પણ સ્થાન અકબંધ રાખ્યું છે. ૧૫ વર્ષમાં કેટલાય કલાકારોએ શો છોડી દીધો છતાં તેની પોપ્યુલારિટી ઓછી નથી થઈ.

શો છોડીને ગયેલા કલાકારોને સ્થાને નવા કલાકારો આવ્યા પરંતુ હજી દયાબેનના રોલમાં કોઈ આવ્યું નથી ત્યારે ફેન્સ આજે પણ દિશા વાકાણી શોમાં પાછી ફરશે તેવી આશા રાખીને બેઠા છે. શોની પોપ્યુલારિટી આજે પણ ઘણી છે.

દરમિયાન, હવે આ સીરિયલ ફિલ્મ રૂપે પણ જાેવા મળશે. શોના પ્રોડ્યુસર આસિતકુમાર મોદીએ હાલમાં જ જાહેરાત કરી છે કે, તેઓ આની ફિલ્મ તો બનાવશે જ સાથે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું યુનિવર્સ ઊભું કરવા માગે છે. આસિતકુમાર મોદીએ ૨૦૨૨માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર એક કાર્ટૂન ફિલ્મ લોન્ચ કરી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

હાલમાં જ એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં આસિતકુમાર મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું યુનિવર્સ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આસિતકુમાર મોદીને પૂછવામાં આવ્યું કે, શું તેઓ પોતાના સુપરહિટ શો પરથી ફિલ્મ બનાવવા માગે છે.

ત્યારે તેમણે કહ્યું કે, “હા, એક ફિલ્મ પણ બનાવીશ પરંતુ એ એનિમેટેડ ફિલ્મ હશે. બધું કરીશું. અમે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને એક મોલની જેમ બનાવવા માગીએ છીએ જ્યાં બધું જ હશે. આગળ આસિત મોદીએ ગેમ્સ અને યુનિવર્સ બનાવવા અંગે વાત કરતાં કહ્યું, “લોકો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ને પ્રેમ કરે છે.

૧૫ વર્ષ થઈ ગયા છે અને લોકો હજી પણ આને જાેઈ રહ્યા છે. આ શોને હવે લોકો ફક્ત ટીવી પર જ નહીં ઓટીટી, યૂટ્યૂબ અને અન્ય પ્લેટફોર્મ પર પણ જાેઈ શકે છે. એટલે જ મેં વિચાર્યું કે શોના પાત્રોને લઈને કંઈક બનાવવું જાેઈએ.

આજે જેઠાલાલ, બબીતા, દયાબેન, સોઢીના પાત્રો ઘરે-ઘરે લોકપ્રિય થયા છે. અમને છેલ્લા ૧૫ વર્ષથી દર્શકોનો અપાર પ્રેમ મળ્યો છે અને એટલે જ મેં આ શો પર એક યુનિવર્સ બનાવવાનો ર્નિણય કર્યો છે. આસિત મોદીએ વધુમાં કહ્યું, “મેં વિચાર્યું કે લોકો આ પાત્રોને આટલો પ્રેમ કરે છે તો તેમના પર ગેમ પણ બનવી જાેઈએ.

લોકો ઓફિસમાં હોય કે ફ્રી હોય કે ટ્રાવેલિંગ કરી રહ્યા હોય તો તેઓ ગેમ રમવાનું પસંદ કરે છે. એટલે જ મેં અમારી પોતાની ગેમ ક્રિએટ કરવાનું વિચાર્યું. અમારી ગેમમાં કેટલાક રમૂજી તત્વો પણ હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.