મોસાલી વ્હોરા સમાજ દ્રારા આયોજીત ક્રિકેટ ટુર્ના.ની ફાઇનલ મેચ યોજાઈ
(પ્રતિનિધિ) સુરત, નોકઆઉટ વિલેજ ક્રિક્રેટ ટુર્નામન્ટનું આયોજન માંગરોળનાં મોટા બોબાત શેઠ ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતુ. જેની ફાઇનલ મેચ મોટામિયા માંગરોળનાં બોબાત શેઠ ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ ફાઈનલ મેચ યંગ સીસી નરોલી અને ભાઈજાન ઇલેવન કઠોર વચ્ચે રમાઈ હતી જેમાં ભાઈજાન ઇલેવન કઠોરનો વિજય થયો હતો ભાઈજાન ઇલેવન કઠોરમાં કેપ્ટન તરીકે તોસીફ બોબાત એ ભૂમિકા ભજવી હતી.
મેનઓફ ધ મેચ સુફિયાન સીદીઓટ (કઠોર ), મેન ઓફ ધ સીરીઝ સરફરાઝ શેખ (નાની નરોલી ), બેસ્ટ બેસ્ટમેન ટુર્નામેન્ટ અશરફ દાઉદ (વસરાવી ), બેસ્ટ બોલર ટુર્નામેન્ટ ઇલ્યાસ (સામરોદ ), ને મેહમાનોનાં હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોસાલી, માંગરોલ, વસરાવી, કોસાડી, નાની નરોલી, તડકેશ્વર, લુવારાના વર્ષો થી વિદેશમા રેહતા વ્હોરા સમાજના યુવાનો પધારેલ હતાં.
આ ટુર્નામેન્ટમાં ઇસ્માઇલભાઈ મતાદાર, ફારૂકભાઇ તાડવાલા, ઇબ્રાહીમ ભાઇ (સફારી હોટેલ), રસીદભાઇ શાન (શાન ડેવલોપર્સ), ફૈઝલભાઇ તાડવાલા, બીલાલભાઇ પાંચભાયા (ડેપ્યુટી સરપંચ મોસાલી), મકસુદ ભાઈ માંજરા (લાલભાઇ ), (મોસાલી દુધ મંડળી પ્રમુખ), મેહુબબભાઇ રાવત (ગુલશને મેહબુબ), ઝુબેરભાઇ બોબાત અસ્લમભાઇ બોબાત અલ્લુભાઇ મકરાણી,સરફરાઝભાઇ ઉમર વગેરે હાજર રહ્યા હતાં. આયોજક તરીકે અલ્તાફભાઇ જીભાઈએ ખુબ સુંદર આયોજન કરેલ હતુ.
કેનેડા નિવાસી અને ગ્રાઉન્ડનાં માલિક ઇસ્માઇલભાઈ બોબાત (રાજા ) એ તમામને કેનેડાથી શુભેચ્છા પાઠવેલ હતી. સ્ટેજનુ સંચાલન સરફરાઝ ઉમર એ કરેલ હતુ. મેનઓફ ધ મેચ સુફિયાન સીડીઓટ (કઠોર ), મેન ઓફ ધ સીરીઝ સરફરાજઝ શેખ (નાની નરોલી ), બેસ્ટ બેસ્ટમેન ટુર્નામેન્ટ અશરફ દાઉદ (વસરાવી ), બેસ્ટ બોલર ટુર્નામેન્ટ ઇલ્યાસ (સામરોદ ),