ગોધરા GIDCમાં આવેલી આઈસ્ક્રીમની ફેક્ટરીમાં આગે વિકરાળ સ્વરૂપ લીધું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા જીઆઈડીસીમાં આવેલ આઈસ્ક્રીમ અને દૂધની બનાવટોનું ઉત્પાદન કરતી બોમ્બે ચોપાટી નામની ફેકટરીમાં વેલ્ડીંગના વર્ક દરમિયાન તણખલા થી આગની ઘટના બની હતી.જેના કારણે આગે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ને આજુબાજુમાં આવેલી કંપનીઓમાં અફરાતફરી મચી જવા પામી હતી. પોતપોતાના સર સમાન સલામત સ્થળે ખસેડવા લાગ્યા હતા.
આગની જાણ ગોધરા નગરપાલિકાના ફાયર બ્રિગેડ ને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને સતત અઢી કલાક સુધી પાણી અને ફોર્મ નો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.
આગના બનાવને લઈને કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના થવા પામી ન હતી. જ્યારે આગની ઘટનાને લઈને સતત અઢી કલાક સુધી ફાયર બ્રિગેડના સાયરન વાગતા રહ્યા હતા.જ્યારે ગોધરા ફાયર બ્રિગેડ ની ટીમ સતત અઢી કલાક સુધી ખડે પગે રહીને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુ મેળવવા સફળ રહી હતી.
ગોધરા શહેરના લુણાવાડા રોડ પર આવેલી જીઆઈડીસીના આઈસ્ક્રીમ બનાવતા યુનિટમાં બપોરના સુમારે આગની ઘટના બની હતી જેમાં બોમ્બે ચોપાટી નામના આઈસ્ક્રીમ અને દૂધની બનાવટોનું ઉત્પાદન કરતી ફેકટરીમાં વેલ્ડીંગના વર્ક દરમિયાન તણખલા ઉડતા આગ લાગી હતી.