Western Times News

Gujarati News

વિશ્વમાં સૌ પ્રથમ એઇડૂસનો કેસ અમેરીકાનાં લોસ એન્જલસમાં વર્ષ ૧૯૮૩માં નોંધાયો હતો

વિશ્વમાં સૌ પ્રથમ એઇડૂસનો કેસ અમેરીકાનાં લોસ એન્જલસમાં વર્ષ ૧૯૮૩માં નોંધાયા બાદ ભારતના ચેન્નાયી ખાતે સેકસ વર્કરમાં પ્રથમ કેસ ૧૯૮૮માં નોંધાયો હતો. આ સાથે સમગ્ર  વિશ્વમાં સને ૧૯૮૮થી ૧લી ડીસેમ્બર નાં રોજ ”વિશ્વ એઈડ્સ  દિન” તરીકે મનાવવામાં આવે છે.

”વિશ્વ એઈડ્સ  દિન”  દિન મનાવવાનો મુખ્ય હેતુ લોકોમાં એચ.આઇ.વી/એઈડ્સ પ્રત્યે જનજાગૃતિ લાવવાનો તેમજ એચ.આઇ.વી/એઇડ્સથી મૃત્યુ પામેલ લોકોને શ્રઘ્ધાંજલી પાઠવવી તેમજ સમાજમાં એચ.આઇ.વી/એઇડ્સ  નો ચેપ ધરાવતા લોકો પ્રત્યે કલંક અને ભેદભાવ દૂર કરવાનો છે.

એઇડ્સ પ્રત્યે અગાઉનાં વર્ષોમાં જે હાઉ હતો તે આ રોગની દવા “ART “ શોધાયા બાદ  દૂર થયો છે તેમજ પોઝીટીવ કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.  એચ.આઇ.વી. સંક્રમિત દર્દી  નિયમિત એ.આર.ટી. દવા લે તો તે અન્ય વ્યકિતઓની જેમ લાંબુ જીવન જીવી શકે છે. સુરત શહેરમાં એચ.આઇ.વી./એઇડ્સ અંર્તગત હાલ ર૩  સ્વૈછીક સંસ્થાઓ કાર્યરત છે.

આ સંસ્થાઓ જેમને એચ.આઇ.વી.નો ચેપ લાગવાની શકયતા વધુ હોય તેવા સેકસ વર્કર બહેનો, સમલૈગિક પુરૂષો, નશીલી દવાઓનું સેવન કરતા લોકો, સ્થળાંતરીત પુરૂષો  વિગેરેને એચ.આઇ.વી/એઇડ્સ અંગે જાણકારી આપે છે તેમજ તેમનું સ્ક્રીનીંગ કરાવી રોગ જણાય તો સારવાર અપાવવામાં મદદ કરે છે. આ સાથે સુરત મહાનગરપાલિકાનાં  કુલ ૬૩ જેટલા શહેરી આરોગ્ય કેન્દ્રો , નવી   સિવિલ હોસ્પીટલ, સ્મીમેર હોસ્પીટલ, પ્રાણનાથ હોસ્પિટલ તથા લોખાત હોસ્પિટલ વગેરેમાં માં  વિનામુલ્યે એચ.આઈ.વી.નું ટેસ્ટિંગ તથા અન્ય જાતીય રોગોની સારવાર મફત આપવામાં આવે  છે.

૧ લી ડીસેમ્બર-ર૦ર૩ના રોજ ‘વિશ્વ એઇડ્સ  દિન’  હોય આ વર્ષનું સુત્ર “LET COMMUNITIES LEAD” (જનસમુદાય એચ.આઇ.વી/એઇડ્સ નાબૂદી  માટે નતૃત્વ લે)નાં  શિર્ષકને કારગત કરવા સુરત મહાનગરપાલિકાનાં એસ.ટી.ડી.કેર પ્રોજેકટના કાઉન્સેલરો, આરોગ્ય  વિભાગનાં કર્મચારીઓ, આઇ.સી.ડી.એસ.  વિભાગના આંગણવાડી કાર્યકર બહેનો, ડીસ્ટ્રીકટ એઇડૂસ   પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ યનિટ સુરતનો સ્ટાફ,

ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પોઝીટીવ  પિપલ  લિવિંગ વીથ એચ.આઇ.વી.ના વોલીયન્ટર્સ તેમજ ર૩ સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને પીયર એજયુકેટર્સ, સાથે નર્સિંગ કોલેજનાં  વિધાર્થીનીઓ તથા અમરોલી કોલેજનો એન.એસ.એસ ના વોલીયન્ટર્સ વગેરેનાં સહયોગથી સુરત રેલ્વે સ્ટેશન, સરદાર  પટેલની પ્રતિમા પાસેથી એક  વિશાળ રેલીનું આયોજન કરવામાં આવેલ.

જેમાં સુરત મહાનગરપાલિકાનાં મા.દંડક શ્રી ધર્મેશ ભાઈ વાણીયાવાલા તથા  હોસ્પિટલ સમિતિનાં ચેરમેન શ્રીમતી મિનાક્ષીબેન આહીર ના હસ્તે લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવવામાં આવેલ. આ રેલીમાં  ડે.કમિશનરશ્રી (હે એન્ડ હો) ડો. આશિષ નાયક,આરોગ્ય અધિકારીશ્રી ડો.પ્રદિપ ઉમરીગર, મેડીકલ ઓફીસરશ્રી વર્ગ-૧  ડો. ફેનીલ પટેલ , ડો.પ્રકાશ પટેલ, ડો.કેતન ગરાસીયા, ડો.ધ્વનિ પટેલ તેમજ  આરોગ્ય  વિભાગના અન્ય કર્મચારીઓ મળી કુલ પ૦૦  વ્યકતિઓ  ઉપસ્થિત રહેલ હતા.

રેલીનાં સ્થળ પરથી  ત્રણ સાયકલ  વિથ બેનરને પણ સુરત શહેરમાં પ્રચાર અર્થે મા. દંડકશ્રીના હસ્તે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવેલ હતી.જે ૧૦  દિવસ સુધી સુરત શહેરનાં  વિવિધ વિસ્તારોમાં ફરી એચ.આઇ.વી./એઈડ્સનો પ્રચાર કરશે.

આ સાથે સુરત શહેરમાં આઠ જેટલા સ્થળોએ એચ.આઇ.વી./એઇડ્સના જાણકારી પ્રાપ્ત થાય તેવા  હોર્ડીગ્સ લગાવામાં આવેલ છે. તેમજ સુરત મહાનગરપાલિકાનાં ઇલેકટ્રોનીક જાહેરાત બોર્ડ ઉપર પણ  એચ.આઇ.વી./એઇડ્સ અંગેના પોસ્ટરો દર્શાવામાં આવશે.અંતમાં ડો. એચ.કે.સોંધરવા ઘ્વારા આભારવિધિ કરી રેલીનું સમાપન કરવામાં આવેલ.આ સમગ્ર રેલી ડે.કમિશનરશ્રી (હે એન્ડ હો) ડો. આશિષ નાયક અને આરોગ્ય અધિકારીશ્રી પ્રદિપ ઉમરીગરના સીધા માર્ગદર્શન તથા દેખરેખ હેઠળ એસ ટી ડી કેર પ્રોજેકટના સ્ટાફ દ્વારા આયોજન કરેલ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.