લોકસભા ચૂંટણી માટે શિવસેનાની પહેલી યાદી જાહેર
મુંબઈ, લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો પોતપોતાની તૈયારીઓ કરી રહ્યા છે. તમામ પક્ષો ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. હવે આ યાદીમાં શિવસેનાનું નામ પણ જોડાઈ ગયું છે. વાસ્તવમાં, પાર્ટીએ મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી માટે ૧૬ ઉમેદવારોની જાહેરાત કરી છે.
શિવસેનાએ અમોલ કીર્તિકરને જ્યાંથી કોંગ્રેસ નેતા સંજય નિરુપમ ટિકિટ માંગી રહ્યા હતા ત્યાંથી ટિકિટ આપી છે. શિવસેનાએ બુલઢાણાથી નરેન્દ્ર ખેડકર, દક્ષિણ મુંબઈથી અરવિંદ સાવંત, પરભણી લોકસભા બેઠક પરથી સંજય જાધવ, યવતમાલ વાશિમથી સંજય દેશમુખ, સાંગલીથી ચંદ્રહર પાટીલ અને હિંગોલી બેઠક પરથી નાગેશ પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.
આ ઉપરાંત સંભાજીનગરથી ચંદ્રકાંત ખૈરે, ધારશિવ બેઠક પરથી ઓમરાજ નિમ્બાલકર, શિરડીથી ભાઈસાહેબ વાઘચૌરે, નાશિકથી રાજાભાઈ વાજે, રાયગઢથી અનંત ગીતે, સિંધુદુર્ગ રત્નાગિરીથી વિનાયક રાઉ અને થાણેથી રાજન વિચારેને ટિકિટ મળી છે. જ્યારે, મુંબઈ પૂર્વથી સંજય દિના પાટીલ અને પશ્ચિમ મુંબઈથી અમોલ કાર્તિકર પક્ષના ઉમેદવાર હશે.SS1MS