પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનો પ્રથમ વીડિયો સામે આવ્યો
મુંબઈ, પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનો પ્રથમ વીડિયો સામે આવ્યો છે. એક્ટ્રેસે ખુદ પોતાના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર વેડિંગ ડેનો શાનદાર વીડિયો પોસ્ટ કર્યો છે. ખાસ વાત એ છે કે, આ એક મ્યૂઝિકલ વીડિયો છે, જેમાં પરિણીતિએ ખુદ રાઘવ માટે ગીત ગાયું છે. આપને જણાવી દઈએ કે, પરિણીતિ અને રાઘવે પોતાના લગ્ન અને તેની સાથે જાેડાયેલ ફંક્શનને ખૂબ જ પ્રાઈવેટ રાખ્યું હતું. કોઈને પણ લગ્નના ફોટો અને ક્લિપ્સ ક્લિક કરવાની પરવાનગી નહોતી.
જાે કે લગ્ન બાદ કપલે સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો પોસ્ટ કરી હતી. તો વળી હવે પરિણીતિએ પોતાના વેડિંગ ડેનો એક વીડિયો શેર કર્યો છે. જે ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
પરિણીતિ ચોપડા એક એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક સારી સિંગર પણ છે. પોતાના લગ્નના અવસરમાં એક્ટ્રેસે પોતાના પતિ માટે ખુદ ગીત ગાયું હતું. વીડિયોની વાત કરીએ તો, તેમાં એક્ટ્રેસ છુપાઈને રાઘવને જાેઈ રહી છે. જાેતાથી ખુશીથી બૂમો પાડવા લાગે છે. પોતાની જાન જાેઈને પરિણીતિ રાઘવનું નામ લઈને બૂમો પાડતી જાેવા મળે છે.
આ વીડિયોમાં પરિણીતિને વરમાળા માટે રાઘવ તરફથી આવતા જાેઈ શકાય છે. આ દરમ્યાન જ્યાં પરિણીતિ તેને ફ્લાઈંગ કિસ કરતી દેખાય છે અને રાઘવ ઈશારામાં તેને કહે છે કે, તે ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં કપલ ફેરા અને સિંદૂરદાનની ઝલક પણ દેખાડવામાં આવી છે. આ દરમ્યાન રાઘવ દુલ્હનિયાના માથા પર કિસ કરતા પણ દેખાય છે.SS1MS