Western Times News

Gujarati News

વરસતા વરસાદમાં ફિટનેસ ટ્રેનરને રીલ્સ બનાવવી પડી ભારે

રાજકોટ, છેલ્લા બે દિવસથી શહેરના અમીન માર્ગ રોડ પર એક ફિટનેસ ટ્રેનરની રીલ ઘણી જ વાયરલ થઇ રહી હતી. આ અંગેનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયો મામલે રાજકોટ શહેરના માલવીયા નગર પોલીસ સ્ટેશન ખાતે ફિટનેસ ટ્રેનર દીના પરમાર (ઉવ.૪૦) વિરુદ્ધ અંકિત નિમાવત નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

સમગ્ર મામલે માલવિયા નગર પોલીસને આપેલી ફરિયાદમાં પોલીસ કોન્સ્ટેબલ અંકિત નિમાવતે જણાવ્યું છે કે, ગત ૧૮ તારીખના રોજ સવારના ૦૯ઃ૦૦ વાગ્યાના અરસામાં અમિન માર્ગ સાગર ટાવર ચોક પાસે એક બહેન જાહેર રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે પોતે જાહેર રોડ ઉપર યોગા કરતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં જાેવા મળ્યો હતો. જે અંતર્ગત વીડિયો વાયરલ કરનારની શોધખોળ કરતાં તેમનું નામ દીના પરમાર હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યારે સમગ્ર મામલે યોગા ક્લાસીસના વ્યવસાય સાથે સંકળાયેલી દીના પરમાર નામની મહિલા વિરુદ્ધ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે IPC ૨૮૩ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે.

ત્યારે સમગ્ર મામલે ફિટનેસ ટ્રેનર દીના પરમાર નામની મહિલાનો ૧૬ સેકન્ડનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેણીએ ટ્રાફિકને અડચણરૂપ થઈ તે પ્રકારનો યોગા કરતો વીડિયો બનાવ્યો હતો.

તે બદલ તેણીએ માફી માંગી છે. તો સાથે જ પોતાના વીડિયોમાં તેણીએ જણાવ્યું છે કે, પોતે ટ્રાફિક નિયમનનું પાલન કરે છે. તો સાથે જ કોઈ પણ ટ્રાફિકના નિયમનનું પાલન કરવું જાેઈએ.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જામનગર પોલીસ દ્વારા બેડી બંદર રોડ ઉપર જાહેરમાં ગરબાના સ્ટેપ કરનારા ગરબા ક્લાસીસના સંચાલક તેમજ કોરીયોગ્રાફર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તેમના વિરુદ્ધ જામનગર સાઇબર ક્રાઇમ દ્વારા અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.