ફોટોગ્રાફરે બેંકના હપ્તા ન ભરતા બેંક મેનેજરે ફ્લેટ વેચી માર્યો
ગાંધીનગર, ગાંધીનગરના વાવોલ બ્લુ બેલ્સ એકઝોટી નામની સ્કીમમાં અમદાવાદના ફોટોગ્રાફરે રૂ.ર૬ લાખમાં ફલેટની ખરીદી કરી હતી. ઈન્ફોસીટી ખાતે આવેલી ખાનગી બેકમાં ફોટોગ્રાફરે ફલેટની લોન કરાવી હતી.
પરંતુ કોઈ કારણોસર લોનના હપ્તા સમયસર ભરપાઈ કરવામાં ન આવતા ખાનગી બેંકના મેનેજર દ્વારા ફલેટ બારોબાર અન્ય વ્યકિતને વેચાણ કરીશ દેવામાં આવતા તેની સામે લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ સેકટર-૭ પોલીસે ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે. સુત્રોના મળતી વિગત મુજબ અમદાવાદના બાપુનગર ભગીરથ સોસાયટી ખાતે રહેતા ૪૦ વર્ષીય જીતેન્દ્ર દીનેશભાઈ સકસેના પાલડી સેફાલી સેન્ટર ખાતે એક દુકાનમાં ફોટો ગ્રાફર તરીકે નોકરી કરે છે.
જીતેન્દ્રએ વાવોલ ગામની ટીપી સ્કીમ-નં૧૩માં ફાયનલ પ્લોટ નં.૮પ ખાતે બ્લુ બેલ્સ એકઝોટી નામની સ્કીમના ત્રીજા માળે ફલેટ નં.૩૦૪ બિલ્ડર પાસેથી રૂ.ર૬ લાખમાં વેચાણ રાખ્યો હતો.
તેમાં રૂ.પ.ર૦ લાખ રોકડા આપ્યા હતા. જયારે બાકી રહેલા રૂ.ર૦.૮૦ લાખની લોન ઈન્ફોસીટી ખાતે આવેલી દેનાબેંકની બ્રાંચમાંથી લીધી હતી. આ લોનના હપ્તા જીતેન્દ્રએ ભર્યા હતા. ત્યારબાદ આર્થિક સ્થિતી નબળી હોવાથી જીતેન્દ્રએ લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. જેને પગલે જીતેન્દ્રએ પૈસા ભરવા માટે સમય માંગ્યો.
પરંતુ મેનેજર વાત સાંભળી ન હતી. બાદમાં વર્ષ ર૦૧૭માં આ ફલેટ સીઝ કરી કરીને બારોબાર અન્ય વ્યકિતને રૂ.૧૧.૮૦ લાખમાં વેચી મારીને બાકીના પૈસાની ઉઘરાણી જીતેન્દ્ર પાસેથી કરવામાં આવતી હતી. જેથી જીતેન્દ્રએ લેન્ડ ગ્રેબીગ એકટ હેઠળ અરજી કરી હતી. ત્યારે તપાસના અંતે બેંક મેનેજર સામે ગુનો નોધાતા આગળની તપાસ હાથ ધરી છે.