સુશાંતનો મૃતદેહ મળેલો તે ફ્લેટને ૩ વર્ષ બાદ મળ્યા ભાડુઆત
મુંબઈ, જે ફ્લેટમાંથી બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મૃતદેહ મળ્યો હતો તે લાંબા સમયથી ખાલી પડી રહ્યો હતો. જાેકે છેવટે આ ઘરને ફરી એક વખત ભાડુઆત મળી ગયા છે. આશરે ૩ વર્ષના લાંબા ગાળા બાદ આ ફ્લેટને માલીકએ ફરીથી ભાડુઆતને આપવાની તક મળી છે.
મુંબઈના એક રિયલ એસ્ટેટ બ્રોકર રફીક મર્ચન્ટે કહ્યું કે કેટલાક મહિના અગાઉ એક ફ્લેટના માલીકે તેનો સંપર્ક કર્યો હતો. રફીકે જણાવ્યું હતું કે ફ્લેટ અંગે જે પ્રકારે વાતો ઉડી રહી હતી તેને લીધે ભાડુઆતો અનેક પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા હતા.
ફ્લેટનું ભાડુ ૫ લાખ પ્રતિ મહિના સુધી રહેશે. આ સાથે ભાડુઆતે મકાન માલિક સમક્ષ ૩૦ લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ પણ જમા કરાવવાની રહેશે, જે ૬ મહિનાના ભાડાની સમકક્ષ હશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ સુશાંત સિંહ રાજપૂતની લાશ મળી હતી. છેવટે આ ફ્લેટને ભાડુઆત મળી ગયા છે.
પરિવાર સાથે વાતચીત કરવાના અંતિમ તબક્કામાં ચે, ત્યારબાદ આ અંગેની બાબતને આખરી સ્વરૂપ આપી દેવામાં આવશે. લોકો હવે સુશાંતને લગતી બાબતમાં રિલેક્સ છે, કારણ કે હવે ઘણો સમય પસાર થઈ ચુકયો છે.
હવે એ બાબત સ્પષ્ટ છે કે કોઈને કોઈ પરિવાર આ ઘરમાં શિફ્ટ થશે. ગયા મહિને જ એક ચેનલ સાથેની વાતચીતમાં એવી માહિતી મળી હતી કે લોકો આ ફ્લેટમાં શિફ્ટ થતા ડરી રહ્યા હતા. જ્યારે લોકોને માલુમ થતું હતું કે આ ઘરમાં સુશાંતનું મોત નિપજ્યું હતું તો તેઓ આ ફ્લેટની મુલાકાત પણ લેતા ન હતા. હવે લોકો ધીમે ધીમે ફ્લેટની મુલાકાત લઈ રહ્યા છે.SS1MS