Western Times News

Gujarati News

ડુપ્લીકેટ હળદરની ફેક્ટરી ઝડપાવા મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરશે

જાે નમૂનાનું પરિણામ સબ સ્ટાન્ડર્ડ આવશે તો ફેક્ટરીના માલિકોને પાંચ લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે

ખેડા,  ખેડાના નડિયાદ મિલ રોડ પરથી ડુપ્લીકેટ હળદરની ફેક્ટરી ઝડપાવાના મુદ્દે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કાર્યવાહી કરશે. ફેક્ટરીમાંથી મળેલા લીકવીડ કેમિકલ અને અન્ય પદાર્થોના નમૂના ભૂજ સરકારી લેબમાં મોકલ્યા છે.

આગામી ૧૦ દિવસમાં ભુજ સરકારી લેબમાંથી રિપોર્ટ આવશે. સરકારી લેબના રિપોર્ટના આધારે નડિયાદ ટાઉન પોલીસ કાર્યવાહી કરશે. કરી પાવડરના નામે ડુપ્લીકેટ હળદર બનાવનાર અમિત અને પંકજ ટહેલ્યાણી સામે કાર્યવાહી થશે.

નકલી હળદર કેસમાં સરકારી લેબના રિપોર્ટના આધારે નડિયાદ ટાઉન પોલીસે કાર્યવાહી કરશે. જાે નમૂનાનું પરિણામ સબ સ્ટાન્ડર્ડ આવશે તો ફેક્ટરીના માલિકોને પાંચ લાખ રૂપિયાનો દંડ થઇ શકે છે. જાે નમૂનાનું પરિણામ અનસેફ આવે તો આરોપીઓને ૧ લાખનો દંડ અને ૬ માસની સજા થઈ શકે.

મિલ રોડ પર આવેલી ફેક્ટરી જર્જરિત હાલતમાં હોવા છતાં પણ આરોપી અમિત ટહેલ્યાણી અને પંકજ ટહેલ્યાણી ૨૦૧૭થી ડુપ્લીકેટ હળદર બનાવતા હતા અને ડુપ્લીકેટ હળદરને કરી પાવડરમાં મિક્સ કરી સિલોડ ખાતે આવેલી ડી દેવ ફેક્ટરીમાં મોકલી પેકીંગ કરી દેશ વિદેશમાં વેચાણ કરતા હતા.

સૌથી મહત્વનું મિલ રોડ પર આવેલ ફેક્ટરીમાંથી પોલીસે ઝડપેલું ઓલિયોરેઝીન નામનું કેમિકલ કોચીથી મગાવવામાં આવતું હતું, તેમ આરોપીઓએ પોલીસને જણાવ્યું છે.

મહત્વનું છે કે પોલીસની તપાસમાં ઓલિયોરેઝીનના ૧૨૫થી વધારે બેરલ ફેકટરીમાં ખૂબ જ ગંદકીમાં મુકાયેલી હાલતમાં ઝડપાયા હતા. ત્યારે હવે નડિયાદ ટાઉન પોલીસ મિલ રોડ પરથી ફેક્ટરીમાંથી પકડાયેલો ઓલિયોરેઝીનનો જથ્થો ક્યારે મગાવવામાં આવ્યો હતો?

કેટલી માત્રામાં મંગાવવામાં આવ્યો હતો અને ક્યારે ક્યારે કોચીનથી મોકલવામાં આવતો હતો? તેની પણ તપાસ હાથ કરવામાં આવશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.