ગિરનાર ફરતેનો જંગલ વિસ્તાર ૧૧ ટકા ઘટ્યો
ગાંધીનગર, સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા ગિરનાર જંગલ ફરતેના એક સર્વેક્ષણમાં છેલ્લા ૨૦ વર્ષમાં ગિરનારની આસપાસ આવેલા વિસ્તારમાં ૧૧ ટકા જંગલ વિસ્તારનો ઘટાડો નોંધાયો છે. સેપ્ટ યુનિવર્સિટી દ્વારા અર્થ ઓબ્ઝર્વેશન ડેટા દ્વારા કરવામાં જીઓસ્પેશિયલ વિઝયુલાઈઝેશનના આધારે આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.
જેમાં ગિરનારના મુખ્ય મંદિરની આસપાસ છેલ્લા ૨૦ વર્ષમાં ઘણો જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે.વર્ષ ૨૦૦૦થી લઈને ૨૦૨૦ના ગાળાને લઈને શ્રદ્ધા શિંદે દ્વારા ત્રણ ટાઈમ ળેમમાં આ એનાલિસીસ કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મંદિરની આસપાસનો વિસ્તાર લેવામાં આવ્યો હતો અને તેનું ત્રણ દશકના સમયાંકનમાં જોવામાં આવતાં આજે આ વિસ્તાર ૨૦૦૦ની સાલમાં ૧૭૧.૬૪ ચોરસ કિલોમીટરનો હતો. જે વર્ષ ૨૦૧૦માં ઘટીને ૧૬૭. ૪૪ ચોરસ કિલોમીટરનો થઈ ગયો હતો. ૧૦ વર્ષ બાદ ૨૦૨૦માં ૧૪૯.૯૭ ચોરસ કિલોમીટરનો થઈ ગયો હતો.
મૂળ ૯૪ ટકા વિસ્તાર હતો તે ૨૦ વર્ષમાં ઘટીને ૮૩ ટકા થઈ ગયો છે૨૦૦૦ની સાલમાં કુલ વિસ્તારમાં ૯૪ ટકા જંગલ હતું. જે ઘટીને ૨૦૨૦માં ૮૩ ટકા થઈ ગયું છે. આ અભ્યાસમાં ૧૮૨ ચોરસ કિલોમીટરનો એરીયા લેવામાં આવ્યો હતો. જે ગિરનાર જંગલ વિસ્તારમાંથી પસંદ કરવામાં આવ્યો હતો. જેમાં એરિયાનું સેમ્પલ ૧૯૭થી ૧૦૩૧ મીટર એરિયાનું રાખવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં એક ગામ પણ આવે છે, જ્યાંની વસ્તી ૫૫ની છે. આવું થવાનું મુખ્ય કારણ મંદિરની આસપાસના વિસ્તારોમાં થયેલા બાંધકામના કારણે આ ઘટાડો થવા પામ્યો છે. ગીરનારના આ વિસ્તારમાં મોટા ભાગે પાનખરના અને કાંટાળા પ્રકારના વૃક્ષો આવેલા છે. પાનખરના વૃક્ષોમાંથી સૂકી ઋતુમાં પાંદડા ખરે છે. જ્યારે ઓછા પાણીના વિસ્તારમાં કાંટાળા વૃક્ષો પણ વિશેષ છે.
કાંટાળા વૃક્ષોના વિસ્તારમાં ઓછા પાંદડા જોવા મળે છે. અહીં એશિયાઈ સિંહ સાથે દિપડા, ચિતલ હરણ, સાબર, વિવિધ પ્રકારના સરિસૃપ અને વિલુપ્ત થઈ રહેલા પક્ષીઓનો અને નિશાચર પ્રાણીઓનો પણ વસવાટ છે.
જો કે જાણકારોનું એવું પણ માનવું છે કે, આ જે ફેરફાર આવ્યો છે તેમાં માનવવસ્તીનો વધારો અને તેમનો ગિરનાર તરફનો ધસારો પણ છે. છેલ્લા ૨૦ વર્ષમાં રોપ વે બાદ જૂનાગઢનું પ્રવાસન વધતાં પણ આ ઘટાડો થયો હોવાની શક્યતા જોવા મળે છે.SS1MS