રાજકોટમા દીપડાના ડરથી વન વિભાગે ચેતવણી આપી
રાજકોટ, રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ હવે કણકોટ પાસે આવેલા કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો દેખાયો હતો. ગઈકાલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ પહોંચી હતી. વન વિભાગ દ્વારા કૃષ્ણનગર પાસે પાંજરા મૂકવામાં આવ્યા છે. છેલ્લા દસ દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ દ્વારા દીપડાની શોધખોળ ચાલુ છે.
દીપડાના વાવડ મળી રહ્યા છે, પણ સગડ નથી મળતા. ૧૦ દિવસથી કવાયત છતા હજુ દીપડો પકડાયો નથી. ૧૦ દિવસથી દીપડો વન વિભાગની ટીમને હંફાવી રહ્યો છે. સ્થાનિકો દ્વારા રોજરોજ લોકેશન આપવામાં આવે છે પરંતુ દીપડાની ભાળ નથી મળતીગામના મિયાવાકી પ્લાન્ટેશન પાસે જ દીપડાએ દેખા દેતા વાગુદળના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.
સાંજના સમયે દીપડો દેખાતા વન વિભાગને જાણ કરાઈ છે અને રાત્રે વન વિભાગ પણ પહોંચી જતા સગડના આધારે દીપડાની ખોજ શરૂ કરી છે.વાગુદળમાં સ્મશાન પાસે જ મિયાવાકીથી વૃક્ષારોપણ કરાયું છે, તે મિયાવાકી પ્લાન્ટેશન બાદ ગાડા માર્ગ આવે છે ત્યાંથી ગામના કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજે ૭ વાગ્યાના સમયે તેમના વાહનથી ૧૦ ફૂટ દૂર જ દીપડો રસ્તો ઓળંગતો દેખાયો હતો.
જેથી ગ્રામજનો એ તુરંત જ સરપંચ મુકેશભાઇ સહિતનાઓને જાણ કરી હતી. જેને લઈને વન વિભાગ સક્રિય થયું હતું. રાત્રીના સમયે જ દીપડો સૌથી વધુ સક્રિય થતો હોઇ સરપંચ તેમજ વન વિભાગના સ્ટાફ સહિતનાઓએ દીપડાનું લોકેશન મેળવવા પ્રયત્ન કર્યો હતો.
દીપડો મળ્યા બાદ રેસ્ક્યુ ની કામગીરી પણ કરાવામાં આવશે જેથી ગ્રામ જનો ને કોઈ સમસ્યા ન થાય. મીડિયા સાથે ની વાતચીતમાં ડીસીએફ તુષાર પટેલ એ જણાવ્યું કે દીપડા ને લઈને ફોરેસ્ટ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
હાલ ગામમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા પેટ્રોલિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં સુધી દીપડા ની રેસ્ક્યુની કામગીરી ન થાય ત્યાં સુધી ગામ લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર જેથી કોઈ અઘટિત ઘટના ન બને. SS3SS