લોકપ્રિય સિરીઝ ‘પંચાયત’ની ચોથી સિઝન પાકી થઈ

મુંબઈ, ‘પંચાયત’ ઓટીટીની દુનિયાની સૌથી લોકપ્રિય સિરીઝમાંની એક છે. જેની આગળની ૩ સિઝન ઘણી લોકપ્રિય થઈ હતી. હવે જ્યારે આ સિરીઝના પાંચ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે સિરીઝની ટીમ દ્વારા તેની ચોથી સિઝનની જાહેરાત કરવામાં આવી છે.
આ જાહેરાત થતાં જ તેમનાં ફૅન્સ ખુબ ઉત્સાહમાં આવી ગયાં છે.પ્રાઇમ વીડિયો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ભુપેન્દ્ર જોગી, દર્શન મગદુમ સાથે કોલબરેશનમાં આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ગોપી વહુનાં પાત્રથી જાણીતી થયેલી જિયા માણેક પણ જોવા મળે છે.
તે વીડિયોમાં ચોપડીઓ ધોતી દેખાય છે અને મજાકમાં કહે છે કે પંચાયતે તેની પાસેથી સોશિયલ મીડિયા પરનાં બધાં જ મિમ્સનું શ્રેય છીનવી લીધું છે. આ સાથે તે એ જાણીતા મીમ “એક-એક ચાઈ હો જાયે?”ની ટીકા પણ કરી અને કહ્યું, “આ તો ખાલી એક વાક્ય છે.” ત્યારે તેના જવાબમાં જિતેન્દ્ર કુમાર કહે છે, “ઇન્ટરનેટને એવા મીમ્સ જોઈએ છે, જે દુનિયાભરમાં વાયરલ થઈ જાય.
વાયરલ થવા પાછળ ન ભાગો, તમારી પોતાની મોમેન્ટ બનાવો.” આવું કહીને તરત જ તે પંચાયતના અભિષેકમાંથી ‘કોટા ફેક્ટરી’નો જીતુ ભૈયા બની જાય છે અને પૂછે છે, “પંચાયત હવે પાંચ વર્ષની થઈ ગઈ છે, તો તમે તમારી જાતને આવતા પાંચ વર્ષમાં ક્યાં જુઓ છો.” પછી તેણે જાહેરાત કરી કે પંચાયતની નવી સીઝન પણ આ જ વર્ષમાં આવી જશે.
તો પછી જિઆએ કહ્યું, “જો એ આ વર્ષે જ આવતી હોય તો, શું આપણે ટાંકી પર જઈને ગ્રીન ટી પી શકીએ?” પણ જિતેન્દ્ર તેને જવાબ આપ્યા વિના જ ભાગી જાય છે. આ વીડિયોના અંતે મેકર્સે જાહેર કર્યું કે હવેની સીઝન ૨ જુલાઈએ પ્રીમિયર થશે.આ જોતાં જ દર્શકો પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યા વિના રહી શક્યા નહીં. એક યૂઝરે કમેન્ટમાં લખ્યું, “આ યુનિવર્સને શું નામ આપવું?” તો કોઈએ કહ્યું કે “પ્રાઇમ ખરેખર ગાંડપણનું મલ્ટિવર્સ ઉભું કરી રહ્યું છે.”
પંચાયત એક એવી કોમેડી સિરીઝ છે, જેમાં અભિષેક નામનો એન્જિયરીંગ ગ્રેજ્યુએટ છે, જે નોકરીની મર્યાદીત તકોને કારણે ઉત્તર પ્રદેશના ફુલેરા ગામમાં ગ્રામ પંચાયતના સચિવની નોકરી સ્વીકારી લે છે. હવે નવી સીઝનમાં સચિવજી, પ્રધઆનજી, પ્રહલાદ ચા, બનરાકસ સહીતના પાત્રો નવા પડકારોનો સામનો કરતા જોવા મળશે.
આ વખતની સીઝનમાં પણ જિતેન્દ્ર કુમાર, નીના ગુપ્તા, રઘુબીર યાદવ, ફૈઝલ મલિક, ચંદન રોય, સાન્વિકા, દુર્ગેશ કુમાર, સુનિતા રાજવાર અને પંકજ જ્હા સહીતના કલાકારો ફરી તેમના લોકપ્રિય પાત્રોમાં જોવા મળશે.SS1MS