Western Times News

Gujarati News

૧૦૬ વર્ષના વૃદ્ધાની વાજતે-ગાજતે અંતિમયાત્રા નીકળી

ગોંડલ, ગોંડલમાં ૧૦૬ વર્ષનાં વૃદ્ધાના નિધન બાદ પરિવારે વાજતે-ગાજતે અંતિમયાત્રા કાઢી હતી. સતાયુ જીવન જીવી ચૂકેલા મણીબેનનાં મૃત્યુ બાદ પરિવારજનોએ શોક વ્યક્ત કરવાના બદલે વાજતે-ગાજતે મણીબેનની અંતિમયાત્રા કાઢી હતી.

અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. પરિવારજનોએ અબિલ-ગુલાલ-કંકુની છોળો ઉડાડી, માર્ગ ઉપર ઠેર-ઠેર સાથિયા પૂરી મણીમાને અંતિમ વિદાઈ આપી હતી. ૧૦૬ વર્ષની ઉંમરે પણ આજ સુધી મણીમાએ હોસ્પિટલ કે દવાનો આસરો લીધો નહોતો.

આ વૃદ્ધાએ એક-બે નહીં પરંતુ પૂરી પાંચ પેઢી જાેઈ છે અને તેમની સાથે રહ્યા છે. મણીમા આજ સુધી કોઈપણ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂક્યા નથી. તેમણે પરિવારને પણ મતદાન કરવા અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવવા પ્રેરણા આપી છે. તેમણે પરિવારને કહ્યું હતું કે, “લીલીવાડી મુકીને જાવ છું. મારી પાછળ કોઈ રડતા નહીં.” જેથી પરિવારે મણીબાને ધામ-ધૂમથી અંતિમ વિદાય આપી હતી.

ગોંડલમાં આજે અંતિમયાત્રામાં એવા દ્રશ્ય સર્જાયા કે જેને જાેઈને સૌ કોઈ આશ્ચર્યચકીત થઈ ગયા હતા. મણીબેન ઠુંમર નામના ૧૦૬ વર્ષીય વૃદ્ધનું મૃત્યુ થયું હતું, ત્યારે પરિવારજનોએ શોક વ્યક્ત કરવાના બદલે વાજતે-ગાજતે મણીબેનની અંતિમયાત્રા કાઢી હતી.

અંતિમ વિદાયમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. મણીબેન તંદુરસ્ત રીતે જીવન યાત્રાના ૧૦૬ વર્ષ જીવ્યા હતા અને અચાનક જ અંતિમ શ્વાસ લેતા તેમનું અવસાન થયું હતું. પરિવારજની ૫ પેઢીએ મણીમાને વિદાય આપી હતી. સાથે-સાથે તેમની ઈચ્છા અનુસાર વાજતે-ગાજતે તેમને વિદાય આપવામાં આવી હતી. ઘર બહાર કુમકુમ-મગ-ફુલહારથી સાથિયા કરવામાં આવ્યા હતા.

તેમજ શાંતિરથને ફૂલહારથી શણગાર કરવામાં આવ્યો હતો. અંતિમયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર પુષ્પ અને અબિલ ગુલાલ પધરાવી મણીમાને વિદાઈ અપાઇ હતી. ઠુંમર પરિવારના મોભી વિનુભાઈ ઠુંમરના જણાવ્યા અનુસાર, મણીમાના પરિવારમાં ૫૦થી વધુ સદસ્યો છે.

આજ સુધી મણીમાએ હોસ્પિટલ કે દવાનો આસરો લીધો નહોતો. આ ઉપરાંત દરેક તહેવાર કે કોઈ પરિવારનો પ્રસંગ હોઈ ‘બા’ હંમેશા અગ્રેસર રહેતા. અમારા પુત્ર-પુત્રીઓ કે એમના પુત્ર-પુત્રીઓને તેમના ખોળે રામડેલા છે. આ વૃદ્ધાએ એક-બે નહીં પરંતુ પૂરી પાંચ પેઢી જાેઈ છે અને તેમની સાથે રહ્યા છે.

કહેવાય છે કે, આ વૃદ્ધાએ ચૂંટણી સમયે મતદાન કરવાની પોતાની પવિત્ર ફરજ ક્યારેય ચૂક્યા નહોતા. સો વર્ષથી વધુની ઉંમર થઈ ગઈ હોવા છતાં તેઓ ચૂંટણીમાં રાષ્ટ્ર પ્રત્યેની ફરજ બજાવતા હતા. બીજી તરફ, આ વૃદ્ધા પરિવાર ઉપરાંત આસપાસના લોકોમાં અનોખું સન્માન ધરાવતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.