કોતરોમાં ભરાયેલા પાણીમાં બે કી.મી. સુધી ચાલીને અંતિમયાત્રા કાઢી
વડોદરા, વડોદરા જીલ્લામાં વરસાદના પગલે અનેક ગામોના કોતરો પણ પાણીમાં છલોછલ ભરાઈ ગયા છે. આવી જ સ્થિતિ વડોદરા જીલ્લાના ડેસર તાલુકાના ભાડીયાપુરાની છે. કોતરોમાં ભરાયેલા વરસાદી પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનો એ ગામના એક વૃધ્ધનુૃ મૃત્યુ થતાં તેમની અંતિમયાત્રા ઘુૃંટણસમા ભરાયેલા પાણીમાં ગભગ બે કિલોમીટર સુધી ચાલીને કાઢવી પડી હતી.
ડેસર તાલુકાના છેવાડાના સાપિયા ગ્રામ પંચાયતના ભાડીયાપુરા ગામના ગ્રામજનોની વષો જૂની વેદનાનો અંત આવતો જ નથી. ભાડીયાપુરા ગામથી અંદાજે બે કિલોમીટર દુર આવેલા સ્મશાનેે અવરજવર કરવુૃ ભારે પડી ગયુ હતુ. હાલ ચોમાસા દરમ્યાન વરસતા વરસાદમાં કોતરમાંથી ઉબડખાબડ માર્ગે નનામી લઈને ઘુંટણસમા ભરાયેલા વરસાદી પાણીમાંથી ડાઘુઓને પસાર થવુ પડેે છે.
ચોમાસા દરમ્યાન વરસતા વરસાદમાં ગામમાં કોઈપણ વ્યક્તિનું જાે મૃત્યુ થાય ત્યારેે આખા ગામના ક્ષત્રિય સમાજના લોકો ઉપર મુસીબત આવી પડે છેે. આવું જ કંઈક ગઈકાલે ભાડીયાપુરામાં બનવા પામ્યુ હતુ. ગામના અક વૃધ્ધનું મૃત્યુ થયુ હતુ. જેથી વૃધ્ધની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ડાઘુઓ ખુબ જ મુશ્કેલીનો સામનો કરીને વરસતા વરસાદમાં નનામી લઈ જતા હતા.
ભાડીયાપુરા ગ્રામજનોની પાયાની જરૂરીયાતવાળા બે કિલોમીટરના સ્મશાનનો માર્ગ જેમ બને તેમ વહલી તકેે બજાવાય તેવી લાગણી સાથેની માંગણી છે. ભાડીયાપુરાના કિરવંતસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે વર્ષોથી સ્મશાને જવાનો માર્ગ જ નથી. ચોમાસા દરમ્યાન કોતરમાંથી ઘુૃંટણ સમા પાણીમાં ડાઘુઓને નનામી લઈને સ્મશાન સુધી જવુ પડે છે. સરકારનુૃ વહીવટી તંત્ર ગામની મુલાકાત લઈ સમસ્યાનો અંત લાવે એવી અમારી ઉગ્ર રજુઆત છે.