વેપારીને હનિટ્રેપમાં ફસાવીને રૂપિયા પડાવનારી મહિલા સહિત ટોળકી ઝબ્બે
રાજકોટ, રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ડેમા ગામે રહેતા અને બિલ્ડીગ મટીરીયલનો વેપાર કરતા વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.૧.૦૭ લાખની મતા પડાવી લેનારી મહીલા સહિતની ટોળકીને પડઘરી પોલીસે ઝડપી પાડી છે. આ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટોળકી સાથે અન્ય કોઈ કેટલા લોકોને આ ટોળકીએ પોતાની જાળમાં ફસાવી શિકાર બનાવ્યા છે. તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ જીલ્લાના ગોડલ તાલુકા ડેમા ગામે રહેહતા અને બિલ્ડીગ મટીરીયલભાઈનો વેપાર કરતાં નીતેશભાઈ રાઠોડ ઉ.૪૦ એક અઠવાડીયા પહેલા વ્હોટસેપમાં અજાણી મહીલાને કોલ આવ્યો હતો. અને તમે કોઈ તેલના ડબ્બા વેચતા ભાઈ બોલો છે. એવું કહીને વાત કહી હતી. મહીલાએ પોતાની ઓળખ આપપતા જણાવ્યું હતું કે, પોતે પડઘરી નજીક એક સેવાકીય આશ્રમમાં ટ્રસ્ટ ચલાવે છે.
જે બાદ મહીલા વારંવાર વેપારીને ફોન કરીને પોતાના સેવાકાર્ય વિશે વાતચીત કરતી રહેતી હતી. ગત તારીખ પ-૭-ર૦ર૪ના રોજ વેપારી રાજકોટ આવ્યા હતા તે દરમ્યાન મહીલાનો ફોન આવેલો અને પડઘરી નજીક ખજુરડી ગામમાં આવેલા આશ્રમમાં મળવા માટે બોલાવ્યા હતા.
વેપારી આશ્રમે જતાં વચ્ચે રસ્તામાં મોણપરના પાટીયા પાસેથી આ મહીલા વેપારી સાથે કારમાં બેસી ગઈ હતી. આશ્રમે પહોચતા જ પાછળથી બે અજાણ્યા શખ્સો આવેલા અને આ મહીલાને ત્યાંથી જવા દીધી હતી.
આ શખ્સો પોતે પોલીસ હોવાનું જણાવી તું જે મહીલા સાથે હતો એ ડ્રગ્સનો ધંધો કરે છે. અને તું પણ એની સાથે ધંધો કરે છે તેવું કહીને વેપારીને કારમાં બેસાડી નજીકમાં આવેલો ડેમ બાજુ લઈ ગયા હતા. જે બાદ આરોપીએ પતાવટ કરવી હોય તો ત્રણ લાખ થશે તેવું કહેતા વેપારીઓ પોલીસ મથકે લઈ જઈને કાનુની કાર્યવાહી કરવા માટે કહયું હતું.