શામળાજી પાસે બસ મુસાફરના દાગીના ચોરનાર ગેંગ અમદાવાદથી ઝડપાઈ
શામળાજી, શામળાજી આશ્રમ બ્રીજ નજીકી હોટલ પર ઉભેલી લકઝરી બસમાંથી મુસાફરના થેલામાંથી ૧.૬૦ લાખથી વધુના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી થતા મુસાફર ચોકી ઉઠયો હતો. અને આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવતા શામળાજી પોલીસ સહીત જીલ્લા એલસીબી પોલીસ તપાસમાં જાેતરાઈ હતી.
એલસીબી પોલીસે બાતમીના આધારે અમદાવાદમાં રહેતી આંતરરાજય ગેગના દંપતી સાથે અન્ય એક આરોપીને કારમાં વાસણા વિસ્તારમાંથી ઝડપી ૭ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ચોરીમાં સંડોવાયેલ અન્ય એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી એલસીબી પીઆઈ કે.ડી. ગોહીલ અને તેમની ટીમે શામળાજી આશ્રમ બ્રીજ નજીક હોટલ આગળ ઉભેલી લકઝરી બસમાં મુસાફરના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરનાર ગેગને ઝડપી પાડવા સીસીટીવીી કેમેરા રેકોડીગ ચેક કરવાની સાથે બાતમીદારો સક્રીય કરતા લકઝરી બસમાં ચોરી કરનાર ગેગ કારમાં ચોરી કરી ફરાર થઈ ગઈ
હોવાની બાતમી મળતા અને હાલ આ ગેગ કારમાં વાસણા વિસ્તારમાં હોવાની બાતમી મળતા અમદાવાદના વાસણા વિસ્તારમાં પહોચી લકઝરી બસમાં ચોરી કરનાર રાજસ્થાન બાડમેરના અશોક નરેન્દ્ર સેન અને તેની પત્ની સીમરન અશોક સેન તેમજ મહારષ્ટ્ર કૃષ્ણા અંબાદા સાકુટને ઝડપી પુછપરછ કરતા
ત્રણે આરોપીઓએ ચોરીના ગુન્હાની કબુલાત કરી હતી. ચોરીમાં અન્ય એક આરોપી સામેલ વીરાત્રા કોલોની બાડમેરના અજય રામલાલ સોનીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.