ગરુડ દેવ રામ મંદિરના ગર્ભગૃહમાં જોવા મળ્યું
નવી દિલ્હી, ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં બનેલા ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પછી ઘણી એવી બાબતો સામે આવી જે કોઈ ચમત્કારથી ઓછી નથી. રામલલાની પ્રતિમા બનાવનાર શિલ્પકાર અરુણ યોગીરાજે પોતે આ ચમત્કારની પુષ્ટી કરી છે.
તેમણે કહ્યું કે જ્યારે મેં બનાવેલી મૂર્તિ ગર્ભગૃહની અંદર ગઈ તો તેના હાવભાવ બદલાઈ ગયા અને આંખો બોલવા લાગી હતી. અરુણ યોગી રાજે કહ્યું કે ગર્ભગૃહની બહાર મૂર્તિની છબી અલગ હતી, પરંતુ જ્યારે મૂર્તિને ગર્ભગૃહમાં દાખલ કરવામાં આવી ત્યારે તેની આભા બદલાઈ ગઈ. મે તેનો અનુભવ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે મેં ગર્ભગૃહમાં મારી સાથે હાજર લોકોને પણ કહ્યું હતું કે આ કોઈ દૈવી ચમત્કાર છે કે બીજું કંઈક, પરંતુ મૂર્તિમાં ફેરફાર થયો છે.
હવે રામ મંદિરમાં કંઈક એવું થયું જેને લોકો ચમત્કાર ગણાવી રહ્યા છે. વાસ્તવમાં એક પક્ષી ભગવાન રામના મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યું અને ભગવાન રામની મૂર્તિની પ્રદક્ષિણા કરવા લાગ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં પક્ષીનું આગમન એક ચમત્કાર માનવામાં આવે છે અને લોકોએ આ ચમત્કાર પોતાની આંખોથી જોયો હતો.
લોકો માને છે કે આ પક્ષી બીજું કોઈ નહીં પણ પક્ષીઓના રાજા ગરુડ દેવ છે, જે તેમના ભગવાન શ્રી રામના દર્શન કરવા આવ્યા છે. લોકોએ આ દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરી લીધું હતું. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ વીડિયો ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમના સત્તાવાર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયો પર લખવામાં આવ્યું છે કે ગરુડ દેવ ભગવાન શ્રી રામલલાના ગર્ભગૃહની પ્રદક્ષિણા કરી રહ્યા છે.SS1MS