યુવતીએ સાસરી પક્ષના ત્રાસથી કંટાળી જીવન ટૂંકાવ્યું
અમદાવાદ, અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલીસ ભરતીની તૈયારી કરનાર યુવતીએ આપઘાત કર્યાે હોવાનું સામે આવતા ચકચારી મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે ૭ મહિના પહેલા જ યુવતીના થયા હતા લગ્ન પરંતુ સાસરી પક્ષના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું હતુ.
આખરે સરખેજ પોલીસે આત્મહત્યા દૂષ્પેરણાનો ગુનો દાખલ કર્યાે હતો.અમદાવાદ શહેરમાં ફતેવાડી વિસ્તારમાં ૨૪ વર્ષીય ભૂમી મકવાણા નામક યુવતી સરકારી પરીક્ષામાં પોલીસ ભરતીની તૈયારી કરતી હતી, તેમજ તેણીએ પોલીસ ભરતીમાં ફીજીકલ ટેસ્ટ પણ પાસ કરી હતી.
૭ મહિના પહેલા જ યુવતીના લગ્ન થયા હતા પરંતુ લગ્નના દોઢ માસ બાદથી પતિ, સાસુ અને જેઠ દ્વારા ત્રાસ આપવાનું ચાલુ કરી દીધુ હતુ. યુવતીના પતિને બીજી યુવતી સાથે આડાસંબંધ હોવાનું ફણ સુત્રોએ જણાવ્યું હતુ.
અંતે સાસરી પક્ષના ત્રાસથી કંટાળીને યુવતીએ ૩ જાન્યુઆરીના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યાે હતો. આ સમગ્ર મામલે સરખેજ પોલીસે આત્મહત્યા દૂષ્પેરણાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS