યુવતીએ લગ્નના દિવસે યોજ્યો રક્તદાન કેમ્પ
રાજકોટ, લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે.ઘણી જગ્યાએ તમને અનોખા લગ્ન પણ જાેયા હશે.પણઅમે જે અનોખા લગ્ન વિશે વાત કરવાના છીએ જે તમે ભાગ્યે જ જાેયા હશે.
રાજકોટની એક દિકરીએ તેના લગ્નને અનોખા અનેયાદગાર બનાવવા માટે અનોખુ દાન કર્યું છે.જે જાેઈને તમને પણ ગર્વ થશે. રાજકોટના ઘાટલીયા પરિવારની દિકરીએ લગ્નના દિવસે રક્તતુલા કરીને લગ્નને યાદગાર બનાવ્યો છે.
આ દિકરી ફાર્માસીસ્ટ છે. જેથી તેને લગ્નમમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવા માટે પરિવારને વાત કરી હતી. જેથી પરિવાર બ્લડ કેમ્પનું આયોજન કર્યું હતું.આલગ્નમાં જે પણ બ્લડ એકઠુ થયું તે તમામ બ્લડ થેલિસિમિયાગ્રસ્ત બાળકોને દાન કરવામાં આવશે.
આ તમામ બ્લડ રાજકોટઅને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે. મળતી માહિતી અનુસાર ઉર્વશી ફાર્માસિસ્ટ છે. જેથી તેને પોતાના લગ્નમાં થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને સિવિલમાં સારવારમાટે આવતા જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી અને ઝડપી બ્લડ મળી રહે તે માટે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.લગ્નમાંદિકરીની રક્ત તુલાની સાથે સાથે રજત તુલા પણ કરવામાં આવી હતી.
ઉર્વશીના પિતા નિતીનભાઈએ જણાવ્યું હતું કે આજે મારી દીકરી ઉર્વશીના લગ્ન રીકીન સાથે થયા છે. ત્યારે આ પ્રસંગમાંરક્તદાન કેમ્પ યોજાયો તે અમારા માટે યાદગાર બની રહેશે.અમે કન્યાદાન પહેલા બ્લડ ડોનેશન કેમ્પ યોજી દીકરીની રક્તતુલાકરવામાં આવી હતી.SS1MS