Western Times News

Gujarati News

BFને ગળે મળવા દોડી છોકરી અને પછી સર્જાયો અકસ્માત

File Photo

નવી દિલ્હી, લાંબા સમય પછી તમે તમારા કોઈ ખાસ વ્યક્તિને મળો છો, ત્યારે તમારી ખુશીનો કોઈ પાર નથી હોતો. આવી સ્થિતિમાં તમે પ્રિય પાત્રને ગળે મળીને ભેટી પડો છો, પરંતુ જાે સામેવાળું પાત્ર તમારૂં પ્રિયજન હોય અને જાે તે પ્રેમી યુગલ હોય તો આ મેળાપનો રાજીપો જ અપાર હોય છે. લાંબા સમયે મળતા બે વ્યક્તિઓને ક્યારેક તેને એવું લાગે કે તે દોડીને તે વ્યક્તિને ગળે જ લગાવી છે.

જેમ આ એક છોકરીએ તેના બોયફ્રેન્ડને લાંબા સમય પછી જાેયા પછી કર્યું હતું. પરંતુ આ મેળાપની સ્થિતિમાં અચાનક અકસ્માત થાય, ત્યારે આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ જાય છે.

આવો જ એક વિડીયો હાલ ટિ્‌વટર પર વાયરલ થયો છે. આ વિડીયોમાં તમે જાેઈ શકો છો કે એક છોકરી કારમાંથી ઉતરે છે અને એરપોર્ટથી બહાર આવતા તેના બોયફ્રેન્ડ તરફ સીધી ભાગી રહી છે. છોકરાને ગળે લગાડવા જતી છોકરી એટલી સ્પીડમાં હોય છે કે જેવો છોકરો નજીક પહોંચે છે, સંકલન – સંતુલનના અભાવે તેણી પડી જાય છે અને તેનો બોયફ્રેન્ડ પણ આ જાેઈને સ્તબ્ધ થઈ જાય છે.

ઉપરોક્ત વિડીયોમાં તમે જાેયું કે એક છોકરી એરપોર્ટ પર તેના પાર્ટનરને રિસીવ કરવા માટે આવી હતી અને તે તેને આવકારવા, હૂંફાળું આલિંગન આપવા દોડી ગઈ.

જાે કે, આગળ શું થયું તેની કોઈને કલ્પના પણ નહીં કરી હોય. ટિ્‌વટર યુઝર હરપ્રીત દ્વારા શેર કરવામાં આવેલ એક વીડિયોમાં કપલ એરપોર્ટ પર પડી ગયું તે જાેવા મળી રહ્યું છે.

જાેકે આ જાહેર સ્થળ પર આવી રીતે પડ્યાં છતા એકબીજાના પ્રેમમાં લોટપોટ અને એકબીજાને મળ્યાના હરખમાં તેઓ બંને એકબીજાની કાળજી લઈને એકબીજાને સહારો આપી રહ્યાં છે અને સાથે-સાથે આ થયેલ અવિસ્મરણીય અકસ્માત અંગે ખુશીથી એકબીજાને ગળે મળે છે. આ વાયરલ ટિ્‌વટર વિડીયો ક્લિપને શેર કરતી વખતે આપવામાં આવેલ કેપ્શનમાં એક રીપ્લાય જબરદસ્ત ફની હતો.

આ ફની રીપ્લાયમાં યુઝરે કહ્યું કે, ફોલિંગ ઇન લવ લોકો પ્રેમમાં એકબીજામાં પડે છે, પરંતુ આ રીતે પ્રેમમાં પડવાની પણ એક અલગ જ મજા હોય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.