યુવતીએ ડિપ્રેશનમાંથી બહાર આવવા સોશિયલ મીડિયાનો સહારો લીધો
અમદાવાદ, યુવાનોમાં સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહે છે. ૨૪ કલાકના સમયમાં યુવાનો સોશિયલ મીડિયા પાછળ જ વાપરી સમય અને પૈસાની બરબાદી કરે છે તેવા સમયમાં આણંદની યુવા છોકરીએ સોશિયલ મીડિયાને આવકનું સાધન બનાવ્યું છે.
આણંદની આયુષી ઠક્કર સોશિયલ મીડિયા પર બ્લોગ બનાવી સારી આવકની સાથે સાથે નામના પણ મેળવી રહી છે. આણંદ જિલ્લાના બાકરોલ ગામની યુવતી આયુષી ઠક્કરની કહાણી યુવાનો માટે પ્રેણાદાઈ સાબિત થાય તેમ છે. બાકરોલના વતની આયુષી ઠક્કર કોરોનાના કપરા સમયમાં ડિપ્રેશનનો શિકાર બની ગયા હતા. કોલેજમાં સમયસર એડમિશન ન મળતા આયુષી ડિપ્રેશનમાં સરી પડી હતી.
પિતાની સલાહ માની ડિપ્રેશનમાંથી બહાર નીકળવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી માઈન્ડ ફ્રેશ કરવાની શરૂઆત કરી અને સમય જતા સોશિયલ મીડિયામાં રસ પડવા લાગ્યો અને બ્લોગની શરૂઆત કરી હતી. આજે તેઓ ફ્રી સમયમાં બ્લોગ બનાવી તેના થકી સારી એવી આવક પણ મેળવી રહ્યા છે.
લોકડાઉન સમયમાં આયુષી ઠક્કરે બ્લોગ બનાવવાની શરૂઆત કરી હતી જેમાં પરિવારમાં એકતા કઈ રીતે આવે ત્યાર બાદ લોકડાઉન થોડું હળવું થતા વિદ્યાનગરમાં ભણીને ગયેલા વિદ્યાર્થીઓને વિદ્યાનગરની યાદ તાજી કરાવવા માટે વિડિયો બનાવતા હતા આમ તેવોના બનાવેલા બ્લોગથી ખૂબ ફેમસ થયા.નામના મળતા આજે તેઓ શોપનાં પ્રમોશનના કામ પણ કરી રહ્યા છે.ફાર્મસી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને પોતાના અભ્યાસનો ખર્ચ પણ જાતે ઉઠાવે છે.SS1MS