Western Times News

Gujarati News

યુવતીને છાતીમાં દુખાવો થતાં પહેલા માતાજીના મઢે લઈ જવાઇ

રાજકોટ, એકવીસમી સદીમાં અંધશ્રદ્ધાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. જામનગર રોડ પર શિવશક્તિ સોસાયટીમાં ૨૦ વર્ષીય એક યુવતીને છાતીમાં દુખાવો થતા તેનો પરિવાર હોસ્પિટલ ન લઈ જઈ માતાજીના મઢે લઈ ગયા હતા.

થોડા સમય બાદ ઘરે પરત ફરતા અચાનક યુવતીને તકલીફ થતા ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ યુવતીનું મોત નીપજ્યું હતું. સમગ્ર બનાવની જાણ પોલીસને થતા યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ બહાર આવશે.

આજના અત્યાધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા સાથે સામ્યતા ધરાવતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ૨૦ વર્ષીય યુવતીને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલે ન લઈ જતા માતાજીના મઢે લઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં રાત્રિના સમયે આખરે દીકરીએ દમ તોડી દીધાની ચોંકાવારી ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ શહેરના જામનગર રોડ પર શિવ શક્તિ સોસાયટીમાં રહેતા ગોપાલભાઈ બજાણીયાની દિકરી લક્ષ્મી બજાણીયાને ઘણા સમયથી છાતીમાં દુખતું હતું. જેના કારણે તે સુનમુન પણ રહેતી હતી. સોમવારના રોજ લક્ષ્મીને ઉલટી થતાં તેની માતાએ તેના પિતાને ફોન કરીને ઘરે બોલાવ્યા હતા.

ઘરે આવ્યા બાદ દીકરીને વાંકાનેર પાસે આવેલા પ્રાંસ ગામે માતાજીના મઢે સારું થઈ જશે તે આશ્રયથી લઈ ગયા હતા. મૃતકના પિતા ગોપાલભાઈ બજાણીયાએ જણાવ્યું હતું કે, માતાજીના મઢે દર્શન કરાવ્યા બાદ દિકરીને સારું થઈ ગયું હતું.

તેણે ઘરે આવીને રાત્રિનું જમણ પણ જમ્યું હતું. પરંતુ અચાનક રાત્રિના બે વાગ્યા દરમ્યાન દીકરીને ફરી એક વખત તકલીફ થતાં તેને ૧૦૮ મારફત રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સમગ્ર બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. મોતનું કારણ જાણવા માટે મૃતદેહનું પીએમ પણ કરાવવામાં આવ્યું હતું, ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોત અંગેનું સાચું કારણ સામે આવશે. જાણવા મળતી વિગતો અનુસાર, ગોપાલભાઈ બજાણીયા પોતે પાનની કેબિન ચલાવતા હોવાનું સામે આવ્યું છે.

તેમજ સંતાનમાં તેમને બે દિકરા અને બે દિકરી હોવાનું પણ જાણવા મળ્યું છે. લક્ષ્મી ચારે સંતાનોમાં સૌથી મોટી હોવાનું સામે આવ્યું છે. હવે સવાલ તો એ થાય છે કે પરિવાર દિકરીને મંદિરે લઈ જવાને બદલે જાે સમયસર હોસ્પિટલે લઈ ગયો હોત તો આજે દિકરી જીવિત હોત.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.