લો બોલો ! સમાધાન માટે ગયેલા લોકોનું યુવતીના પરિવારે કર્યુ અપહરણ
વડોદરા, પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગુરુવારની રાત્રે એક પ્રેમ લગ્ન અપહરણના નાટકમાં બદલાઈ ગયા હતા. જાે કે, પોલીસે તરત કાર્યવાહી હાથ ધરીને ઘટનાના કલાકોમાં જ પીડિતોને બચાવી લીધા હતા. એ પછી બધુ હેમખેમ પાર પાડ્યું હતું. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બાકરોલમાં રહેતા યોગેશ રાવલને પાવાગઢમાં રહેતા રાજેન્દ્ર રાઠવાની દીકરી સાથે પ્રેમ હતો. યોગેશ અને યુવતી કથિત રીતે લગ્ન કરીને ભાગી ગયા હતા.
એ પછી આ ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. જાે કે, પોલીસે કાર્યવાહી હાથ ધરીને મામલો થાળે પાડ્યો હતો. આ મામલે ફરિયાદ થયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાકરોલ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સુભાગસિંહ ઠાકોર કરેલી પોલીસ ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, તેમનું અને યોગેશના માતા લીલાબેનનું યુવતીના સંબંધીઓ અને અન્ય લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ પંચોને બોલાવીને બાકરોલમાં મામલો થાળે પાડવા માટે ગયા હતા ત્યારે આ ઘટના બની હતી.
આ મામલાના સમાધાન માટે યોગેશના પિતા કોયાભાઈએ તેમને ફોન કરીને બોલાવ્યા હતા. જ્યારે તેઓ તેમના ઘરે પહોંચ્યા ત્યારે માત્ર યુવતીના પરિવારના લોકો જ ત્યાં હાજર હતા. એ સમયે રાવલ પરિવારના એક પણ સભ્યો હાજર નહોતા. એ પછી તેઓ પરત ફર્યા હતા અને એક લગ્ન સમારોહમાં જવા માટે નીકળ્યા હતા. એ સમયે બાકરોલ રેલવે ક્રોસિંગ પાસે કેટલાંક વાહનો આવ્યા હતા અને તેમને રોક્યા હતા. બાદમાં બળજબરીપૂર્વક તેમને ફોર વ્હીલરમાં લઈ ગયા હતા.
જ્યાં અંદર લીલાબેન પણ હતા. એ પછી બંનેને પાવાગઢ ખાતે લઈ જવામાં આવ્યા હતા. પાવાગઢથી તેઓને બીજી કોઈ અજાણી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા.
પરંતુ એ સમયે પોલીસ અપહરણ કરવામાં આવેલા લોકોને શોધી રહી હતી. આ દરમિયાન પોલીસે વાહન રોકીને અપહરણ કરવામાં આવેલા લોકોને છોડાવ્યા હતા. એ પછી સુભાગસિંહ ઠાકોરે કાલોલ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS