Western Times News

Gujarati News

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં પડેલું સોનું ત્રણ મહિનામાં અડધું થઈ ગયું

પ્રતિકાત્મક

અડધો અડધ સોનામાં ભેળસેળ નીકળતા સોનાના માલીકે પોલીસ સામે ફરીયાદ નોધાવી

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં એક ભાઈને ઘરે ચોરી થઈ હતી. પોલીસે સોના સાથે ચોરોને પકડીને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ કસ્ટડીમાં પડેલું સોનું સોનાના માલીકે કોર્ટમાંથી પાછું મેળવ્યું તો સોનાની ખરાઈ કરતા તેમાં અડધો અડધ સોનામાં ભેળસેળ નીકળતા સોનાના માલીકે હવે પોલીસ સામે ફરીયાદ કરી છે.

અમદાવાદના ન્યુ શાહીબાગ વિસ્તારમાં રહેતા હસમુખ સોનાના દાગીનાની ચોરી થઈ હતી. જેની પોલીસે તપાસ ફરીયાદ કરતા પોલીસે તાત્કાલીક તપાસ કરી એમના ઘરે કામ કરતા લતાબહેને અને ગોવિંદની ધરપકડ કરી આ સોનું રાજસ્થાનમાં વેચ્યું હોવાનું જાણવા મળતા બે આરોપીની ધરપકડ કરી ચોરાયેલું સોનું જપ્ત કર્યું અને પોલીસ કસ્ટડીમાં મૂકયું.

નિયમ મુજબ કોર્ટમાં અરજી કરી આ સોનુ પરત મેળવવાનું હોય છે એટલે હસમુખભાઈ એ એડવોકેટ ભાવેશ બારોટ મારફતે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટ નંબર ૧૮માં સોનુ પરત મેળવવા અરજી કરી અને કાનુની કાર્યવાહી પછી કોર્ટના આદેશથી એમને સોનુ પરત મળી ગયું અહી ખાટલે મોટી ખોડ એ હતી કે સોનુ મળ્યા પછી હસમુખભાઈએ સોનાની ચકાસણી કરાવી તો પ૦% સોનુ ભેળસેળવાળું હતું.

એમને પોલીસને જાણ કરી તો પોલીસ કોઈ જવાબ નહી આઅપતા એમને પોલીસ વડાને પોતાના બદલાયેલા સોનાને પરત અપપાવવા અરજી કરતા પોલીસને ચોટલી ફસાઈ છે. હસમુખભાઈને કેસ લડનાર એડવોકેટ ભાવેશ બારોટે જન્મભુમી સાથેની વાતચીતમાં કહયું કે આરોપી પકડાયા અને એમને રાજસ્થાનમાં જેમને સોનું વેચ્યું હતું એ સોનીઓએ સોનું ગાળી એની રાણી બનાવી દીધી હતી, પોલીસે ચોરીનું સોનું ગાળી એની રાણી બનાવી દીધી હતી.

પોલીસે ચોરીનું સોનું ખરીદનાર રાજસ્થાનના સોનીઓને આરોપી બનાવ્યા નથી અને ઓગળેલા સોનાનો ટેસ્ટ કરાવ્યો નથી. આ પોલીસની કામગીરી પર શંકા ઉપજાવે એવી વાત છે સોનામાં ભેળસેળ કેવી રીતે થઈ ? પોલીસ કસ્ટડીમાં પડેલું સોનુ કથીર કઈ રીતે થઈ ગયું ? એની તપાસ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે રાવ નાખી છે. આ અંગે નરોડા પોલીસ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ એમને કોઈ જવાબ આપવાનો ઈન્કાર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.