Western Times News

Gujarati News

ખેડા જિલ્લામાં પ્રથમવાર રોડ અકસ્માત સમયે મદદ બદલ ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્ર આપવામાં આવ્યા

જિલ્લના એક પત્રકાર સહિત ૫ લોકોને જિલ્લા કલેકટર દ્વારા ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્રો અપાયા

(માહિતી) નડિયાદ, ખેડા જિલ્લામાં સૌપ્રથમ વખત માર્ગ અકસ્માત સમયે ઈજાગ્રસ્તોને સમયસર મેડિકલ સહાય ઉપલબ્ધ કરાવનારા જિલ્લાના ૫ કોમન મેનનુ ગુજરાત સરકારના અતિ પ્રતિષ્ઠત ગુડ સમરટન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. જિલ્લા પોલીસ વિભાગના સહયોગથી જિલ્લા કલેક્ટર શ્રી કે. એલ. બચાણીએ આ એવોર્ડ વિજેતાઓને ગુડ સમરટન એવોર્ડ પ્રમાણપત્ર આપી તેમની સેવાના ઉતકૃષ્ટ કાર્યને બિરદાવ્યું અને આશા સેવી હતી કે આ પ્રસંશનિય કામગીરીથી જિલ્લાના તમામ લોકોમાં રોડ અકસ્માત દરમિયાન તત્કાલ સારવાર આપવા હેતુ લોકજાગૃતિ કેળવાશે.

ગુડ સમરટન મેળવનાર વિજેતાઓમાં કનીજ ગામના શ્રી દિનેશભાઈ કુબેરભાઈ પુરવીયા, કઠલાલ-ભાનેરના શ્રી નંદુભાઈ નાગદનભાઈ ચાવડા, નડિયાદ, પટેલ પાર્ક સોસાયટીના શ્રી ચિરાગભાઈ પ્રવીણભાઈ પટેલ, મિલ્લત નગરના શ્રી ફિરોજખાન સરફરાજખાન પઠાણ અને મંજિપુરાના શ્રી પુનમભાઈ સાકળભાઈ સોલંકીએ અકસ્માત સમયે એક જાગૃત નાગરીક તરીકેની તેમની ફરજ સમજી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પીટલ પહોંચાડ્યા હતા.

આ ઉપરાતં હોસ્પીટલમાં જરૂરી પક્રિયાઓમાં ઘરના સભ્યોની જેમ ઈજાગ્રસ્તોને મદદરૂપ બનવાનું ભગીરથ કાર્ય આ સમરટન વિજેતાઓ દ્વારા કરવામાં આવ્યું છે. અકસ્માત દરમિયાન ગોલ્ડન આવર્સનો સમય એટલે અકસ્માત પછીનો સમય ખુબ જ મહત્વનો છે. જાે ગોલ્ડન આવર્સના સમયમાં ઘાયલ વ્યક્તિને તત્કાલ મેડિકલ સહાય પુરી પાડવામાં આવે તો તેનો જીવ બચવાની સંભાવના ઘણી જ વધી જતી હોય છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી રંજનબેન વાઘેલા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયા, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એસ.પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.